ETV Bharat / state

રાજકોટમાં 15 યુવાનો દર રવિવારે કરે છે 50 kmની સાઈકલ યાત્રા

author img

By

Published : Nov 17, 2019, 9:06 PM IST

રાજકોટમાં 15 યુવાનો દર રવિવારે કરે છે 50 kmની સાઈકલ યાત્રા

રાજકોટઃ જિલ્લામાં જસદણમાં દોઢ વર્ષથી દર રવિવારે સાઈકલ યોજવામાં આવે છે. જેમાં 15 યુવાનો જસદણથી 25 કિલોમીટર હલેન્ડા ગામ નજીક આવેલાં ભૂતનાથ મંદિર સુધી યાત્રા કરે છે. આ યાત્રાની શરૂઆત વ્યાયામને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

જસદણમાં સાઈકલ ગૃપ દ્વારા દર રવિવારે સાઈકલયાત્રા યોજવામાં આવે છે. આ સાઈકલયાત્રાની શરૂઆત 3 મિત્રોએ દોઢ વર્ષ પહેલા કરી હતી. હાલ, આ યાત્રામાં 15થી 17 સભ્યો છે. જેઓ દર રવિવારે સાઈકલયાત્રામાં જોડાય છે.

રાજકોટમાં 15 યુવાનો દર રવિવારે કરે છે 50 kmની સાઈકલ યાત્રા

સોમવારથી શનિવાર દરરોજ સવારે 25 કિલોમીટર અને દર રવિવારે 50 કિલોમીટરની સાઈકલયાત્રા કરે છે. આ સફરમાં આવતી ધાર્મિક સંસ્થા કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચી સોશિયલ એક્ટવીટી કરે છે. આ રવિવારે ઘેલા સોમનાથ મહાદેવના મંદિર સુધી સાઈકલ રાઈડર્સ યોજાઈ હતી. જેમાં દિનેશભાઇ, રાજુભાઈ, મેહુલભાઈ અને યોગેશભાઈ સહિત ગૃપના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Intro:એન્કર :- જસદણ ના 15 યુવાનો દર રવિવારે કરે છે 50 કિલોમીટર સુધી ની સાઇકલ યાત્રા.

વિઓ :- જસદણ ના 3 મિત્રો દ્વારા દોઢ વર્ષ પહેલા સાઈકલ રાઈડર્સ ની શરુઆત કરવામાં આવી ત્યાર બાદ ઘીમે ઘીમે લોકો સાઈકલ રાઈડર્સ ગૃપ માં જોડાતા ગયા સૌ પ્રથમ જસદણ થી ૨૫ કિલોમીટર દૂર હલેન્ડા ગામ નજીક આવેલ ભુતનાથ મહાદેવ મંદિર સુધીની સાઇકલ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ સાયકલ ગ્રૂપના યુવાનો સ્કિલ અને એડવેન્ચરની મજા ની સાથોસાથ હેલ્થી વ્યાયામ પણ કરી રહ્યા છે આ સાયકલ યાત્રાની શરૂઆત કર્યા બાદ તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને હાલ 15 - 17 મેમ્બરો સાઇકલ યાત્રામાં જોડાયા છે આ યુવાનો સોમવાર થી શનિવાર દરરોજ સવારે 25 કિલોમીટર ની સાઇકલ યાત્રા કરે છે અને દર રવિવારે 50 કિલોમીટર સુધી ની સાઇકલ યાત્રા કરે છે દર રવિવારે જસદણ થી કોઈ પણ સાઈડ 50 કિલોમીટર માં સાઇકલ યાત્રા કરે છે અને 50 કિલોમીટર માં આવતા કોઈ પણ ધાર્મિક સંસ્થા કે સ્પોર્ટ ગ્રાઉન્ડ પર એ લોકો પોહચી ને સોસીયલ એક્ટિવિટી કરે છે ત્યારે રવિવારે ઘેલા સોમનાથ મહાદેવ ના મંદિર સુધી ની સાઇકલ રાઈડર્સ કરવામાં આવી હતી અને સાઇકલ રાઈડર્સ યોગેશભાઈ સખીયા એ Etv ના માધ્યમ થી એક પર્યાવરણ ને લગતો મેસેજ આપવામાં આવ્યો હતો.

આજના ઝડપી યુગમાં લોકોને પોતાના કામ ધંધો નોકરી માંથી ચાલવા કે સાઈકલ ચલાવવાની કોઈ મળતી નથી જેના કારણે લોકો બેઠાડું જીવન જીવન ગાળતા હોય છે જેના કારણે તેમના શરીરમાં અનેક રોગો થાય છે તેથી જસદણના સાયકલ ગ્રુપના સભ્યો સાઇકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે તે માટે સાઇકલ ચલાવે છે સાઇકલ ચલાવવાથી શરીરના રોગો દૂર થાઈ છે અને ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે રવિવાર ની આ સાઇકલયાત્રા માં દિનેશભાઇ - રાજુભાઈ - મેહુલભાઈ - યોગેશભાઇ - રમેશભાઈ - હિરેનભાઈ - રાહુલભાઈ - મૌલિકભાઈ - મનીષભાઈ - રાજેશભાઈ સહિત ના યુવાનો જોડાયા હતા.


Body:(સ્પેશિયલ સ્ટોરી છે - એપૃલ થયેલ સ્ટોરી છે)

બાઈટ - ૦૧ - યોગેશભાઈ સખીયા (સાઇકલ રાઈડર્સ ચાલુ કરાવનાર - જસદણ)

બાઈટ - ૦૨ - મનીષભાઈ (સાઇકલ રાઈડર્સ - જસદણ)

બાઈટ - ૦૩ - દિનેશભાઇ (સાઇકલ રાઈડર્સ - જસદણ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.