ETV Bharat / state

પોરબંદરઃ જળ ઝીલણીની અનોખી પરંપરા,જાણો શું છે પરંપરા

author img

By

Published : Jul 26, 2019, 7:32 PM IST

porbandar

પોરબંદરઃ વરસાદ ન થવાના કારણે અનેક લોકો ધાર્મિક માન્યતા પ્રમાણે મેઘરાજાને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરતા હોય છે. ત્યારે વર્ષોથી આવતી એક પરંપરા જેને જળ ઝીલણી કહે છે. આ પરંપરા યજ્ઞ કરતા અલગ જ છે. જેમાં મહિલાઓ પોતાના માથા ઉપર ચારણી લઇને દરેક લોકોના ઘરે ઢોલ-નગારા સાથે અને ભજન-કિર્તન કરતા જળ જીલવા જાય છે. આ લોકો પણ આ ચારણીમાં પાણી નાખે છે અને આવી રીતે મેઘરાજાને રીઝવવામાં છે.

પોરબંદરના સુભાષનગરમાં ખારવા સમાજની એક અનોખી પરંપરા છે. જેમાં દર વર્ષે વરસાદ ન આવ્યો હોય તે પહેલા મેઘરાજાને રીઝાવવા માટે મહિલાઓ અને બાળકો સહિતના લોકો ઢોલ-નગારા સાથે અહીં આવેલા એક મંદિરથી મોટી સંખ્યામાં નીકળે છે. જેમાં ભજન-કિર્તન કરતાં દરેક લોકોના ઘરે જાય છે અને તે સમયે નાની બાળાઓના માથે ચારણી હોય છે. જેમાં ઘરે-ઘરેથી લોકો તેમાં પાણી નાખે છે.

પોરબંદરમાં જળ જિલણીની અનોખી પરંપરા,જાણો શું છે પરંપરા

આમ, મેઘરાજાને રીઝવવાનો આ અનોખો પ્રયત્ન કરવામાં આવે છે. આ એક ભારતીય સંસ્કૃતિની અનોખી પરંપરા છે, જો કે આ પરંપરાની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે જ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા અને લોકોમાં આનંદ છવાયો હતો. મેઘરાજાની પધરામણીથી લોકોએ મેઘરાજાનો આભાર માન્યો હતો.

Intro:જુઓ પોરબંદરમાં જળઝીલણી ની અનોખી પરંપરા




વરસાદ ન થવાના કારણે અનેક લોકો ધાર્મિક માન્યતા પ્રમાણે મેઘરાજા ને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરતા હોય છે ત્યારે વર્ષોથી આવતી એક પરંપરા જેને જળ જીલણી કહે છે આ પરંપરા યજ્ઞ કરતા અલગ જ છે જેમાં મહિલાઓ પોતાના માથા ઉપર ચારણી લઇને દરેક લોકોના ઘરે ઢોલ-નગારા સાથે અને ભજનકીર્તન કરતા જળ જીલવા જાય છે તો લોકો પણ આ ચારણીમાં પાણી નાખે છે અને મેઘરાજાને રીઝવવામાં છે


Body:પોરબંદરના સુભાષનગરમાં ખારવા સમાજ ની એક પરંપરા છે જેમાં દર વર્ષે વરસાદ ન આવ્યો હોય તે પહેલા મેઘરાજાને રીઝવવા માટે મહિલાઓ અને બાળકો સહિતના લોકો ઢોલ નગારા સાથે અહીં આવેલ એક મંદિર થી મોટી સંખ્યામાં નીકળે છે જેમાં ભજન-કિર્તન કરતાં દરેક લોકોના ઘરે જાય છે અને તે સમયે નાની બાળાઓના માટે ચારણી હોય છે જેમાં ઘરે ઘરે થી લોકો તેમાં પાણી નાખે છે આમ મેઘરાજાને રીઝવવા નો આ અનોખો પ્રયત્ન કરવામાં આવે છે તો આ એક ભારતીય સંસ્કૃતિની અનોખી પરંપરા છે જોકે આજે આ પરંપરા ની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે જ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા અને લોકોમાં આનંદ છવાયો હતો અને મેઘરાજા ની પધરામણી થી લોકોએ મેઘરાજાનો આભાર માન્યો હતો


Conclusion:બાઈટ નિલેશભાઈ કિશોર સમસ્ત નવીબંદર ખારવા સમાજ પ્રમુખ

બાઈટ વિજયાબેન ખારવા સમાજના મહિલા અગ્રણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.