ETV Bharat / state

કુતિયાણા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની કરાવી સફળ પ્રસુતિ

author img

By

Published : May 30, 2021, 1:12 PM IST

પોરબંદરના વાળોત્રા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, પંરતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના EMT નરેશભાઇ ગોંડલીયાએ એમ્બ્યુલન્સને માર્ગ પર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.

કુતિયાણા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની કરાવી સફળ પ્રસુતિ
કુતિયાણા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની કરાવી સફળ પ્રસુતિ

  • રસ્તા વચ્ચે મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 ઉભી રખાઈ
  • પ્રસુતિ 108 માંજ કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ
  • 108ની ટીમે માતા અને પુત્રીનો જીવ બચાવ્યો

પોરબંદર: વાળોત્રા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, પંરતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા 108 ઍમ્બ્યુલેન્સના EMT નરેશભાઇ ગોંડલીયાએ એમ્બ્યુલન્સને માર્ગ પર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી. ગુજરાત સરકારે 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે. જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.

આ પણ વાંચો: ભોદ ગામની પરણિતાને રાણાવાવ 108ની ટીમે એમ્બૂલનસમાં જ નોર્મલ ડિલેવરી કરાવી

ગુજરાત સરકારની 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ

ગુરુવારે રાત્રે 1:55 વાગ્યે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વાળોત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય ઇમલીબેન અજયભાઇને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા કુતિયાણા ગામના 108ના કર્મીઓ તાબડતોબ વાળોત્રા ગામે પહોંચી ગયા હતાં. સારવાર માટે સરકારી લેડી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધુ દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી. 108 એમ્બ્યુલન્સના EMT નરેશભાઈ ગોંડલીયા અને પાયલોટ રાજેશભાઇ બેસએ એમ્બ્યુલન્સ વાળોત્રા ગામના માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રીને બેબીકેર માટે લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં 108ની ટીમે 21 દિવસની બાળકીને આપ્યું જીવનદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.