ETV Bharat / state

ગુમ થયેલી 19 વર્ષની છોકરીને ગણતરીના કલાકોમાં પોરબંદર પોલીસે શોધી

author img

By

Published : Apr 4, 2021, 11:05 PM IST

ગુમ થનાર છોકરીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
ગુમ થનાર છોકરીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

પોરબંદરના ખારવાવાડમાં રહેતા એક યુવતી 29-03-2021ના રોજ સાંજે સાત કલાકે ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી. આ ઘટના અંગે યુવતીના પિતાએ પોલીસને જાણ કરતા તે કોર્ટના ગેટ પાસેથી 4 એપ્રિલના રોજ મળી આવી હતી.

  • ગુમ થનાર સ્ત્રીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
  • ખારવાવાડમાં રહેતી 19 વર્ષની યુવતી ગુમ થઇ જતા માતા-પિતા થયા હતા પરેશાન
  • માતા-પિતાએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી
  • પોરબંદર કોર્ટ ગેટ પાસેથી પોલીસે યુવતીને શોધી કાઢી
  • યુવતીને ગમતા યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું

પોરબંદરઃ ખારવાવાડમાં રહેતી એક 19 વર્ષની દીકરી 29-03-2021ના રોજ કોઈને જાણ કર્યા સિવાય ઘરેથી નીકળી ગઈ હતી. તેના પિતાએ અનેક સ્થળ પર શોધખોળ કર્યા બાદ પણ દીકરી મળી ન હતી. ત્યારબાદ પિતાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસને આ યુવતી પોરબંદરની જૂની કોર્ટના ગેટ પાસે મળી આવી હતી. પોલીસે તેના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી અને પોતે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હોય અને તેની સાથે જ રહેવા માંગતી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પોરબંદરમાં લોકડાઉનનો ભંગ કરનાર 77થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ

યુવતી એ મનગમતા યુવક સાથે લગ્ન કરી લીધા

પોરબંદરની આ યુવતી 29-03-2021ના રોજ સાંજે સાત કલાકે ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી. આ બાબતે અનેક સ્થળો પર તેના પિતાએ તપાસ કરી હતી, પરંતુ અંતે તેના પિતાએ પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસે સ્ટેશનમાં જાણ કરતા 4 એપ્રિલે પોલીસે આ યુવતીને જૂની કોર્ટ પાસેથી શોધી લીધી હતી. આ અંગે પૂછપરછ કરતા યુવતીએ પોરબંદરમાં રહેતા એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. યુવતીની શોધખોળની કામગીરીમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીએ એચ.એલ.આહીર અને પીએસઆઇ આર.એલ.મકવાણા સહીતનો સ્ટાફ રોકાયેલો હતો.

આ પણ વાંચોઃ કાસગંજમાં ગંગા સ્નાન વખતે 5 લોકો ડૂબ્યા, 3 મૃતદેહો મળ્યા, 2 હજી પણ ગુમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.