ETV Bharat / state

Madhavpur Fair 2022: માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે

author img

By

Published : Apr 11, 2022, 8:05 AM IST

Updated : Apr 11, 2022, 8:17 AM IST

Madhavpur Fair 2022: માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે
Madhavpur Fair 2022: માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે

પોરબંદરમાં રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે માધવપુર ઘેડ મેળાનું (Madhavpur Fair 2022) ઉદ્ઘાટન (President inaugurates Madhavpur Fair) કર્યું હતું. ત્યારે માધવપુરનો મેળો હવેથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે (Madhavpur Fair a national level fair) ઉજવાશે.

પોરબંદરઃ જિલ્લામાં 10થી 14 એપ્રિલ એમ 5 દિવસ માધવપુર ઘેડના મેળાનું (Madhavpur Fair 2022) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મેળાનું ઉદ્ઘાટન (President inaugurates Madhavpur Fair) કરાવ્યું હતું. વર્ષ 2018થી દર વર્ષે સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના પવિત્ર વિવાહના અવસર (Occasion of the Marriage of Lord Krishna and Rukmaniji) પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો માધવપુરનો મેળો હવેથી પ્રતિ વર્ષ રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવાશે.

રાષ્ટ્રપતિએ મેળાનું કર્યું ઉદ્ઘાટન
રાષ્ટ્રપતિએ મેળાનું કર્યું ઉદ્ઘાટન

મેળાનું ઉદ્ઘાટન કરવું મારા માટે સૌભાગ્યની વાતઃ રાષ્ટ્રપતિ - આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ રામનવમીના (President inaugurates Madhavpur Fair) તહેવારની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શો પર આધુનિક ભારતમાં રામરાજ્યની સ્થાપનાની આશા રાખી હતી. તેમણે ઉંમેર્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગામમાં અને બાપુના જન્મસ્થળ એવા પોરબંદર નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે.

માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે
માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે

આ પણ વાંચો- ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહી છે સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની કોન્ફરન્સ

માધવપુર ઘેડની જમીન ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના મિલનની સાક્ષી છે - રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નની લોકકથા દર્શાવે છે કે, ભારતની સાંસ્કૃતિક એકતા કેટલી પ્રાચીન છે અને આપણી સામાજિક સમરસતાના મૂળિયાં કેટલાં ઊંડાં છે. આજના ઉત્તરપ્રદેશમાં જન્મેલા શ્રીકૃષ્ણે ગુજરાતને તેમની કર્મભૂમિ બનાવી અને આપણા દેશના આજના ઉત્તર-ૂર્વ પ્રદેશનાં રાજકુમારી રુક્મિણીજી સાથે લગ્ન કર્યા હતા. લોકમાન્યતા પ્રમાણે, માધવપુર ઘેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી (Occasion of the Marriage of Lord Krishna and Rukmaniji) રહી છે.

મેળામાં વિવિધ કલાકારોએ પોતાની કળા રજૂ કરી
મેળામાં વિવિધ કલાકારોએ પોતાની કળા રજૂ કરી

આ પણ વાંચો- President visits Gujarat : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

આ મેળો સાંસ્કૃતિક પરંપરાનો વિશેષ ઓળખ આપશે - આ વર્ષે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયે પણ મોટા પાયે મેળાનું (Madhavpur Fair 2022) આયોજન કર્યું છે. આ અંગે રાષ્ટ્રપતિએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે (President inaugurates Madhavpur Fair) કહ્યું હતું કે, આ જ દિવસે ઉત્તરપૂર્વના રાજ્યોમાં ઘણા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે, આ મેળો આપણી સાંસ્કૃતિક પરંપરાનો વિશેષ ઓળખ આપશે.

મેળામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
મેળામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

ગુજરાતનું પ્રદર્શન બધામાં શ્રેષ્ઠ - રાષ્ટ્રપતિએ (President inaugurates Madhavpur Fair) એ બાબતની નોંધ લીધી હતી કે, ગુજરાતના સાહસિક લોકો વિકાસના પંથે કૂચ કરતી વખતે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તેમણે આ બાબતની પ્રશંસા પણ કરી હતી. તેમણે સસ્ટેનેબલ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વિવિધ રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટેના વર્ષ 2020-21 માટેના નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાત તમામ વયજૂથના લોકોને સ્વસ્થ જીવન પૂરું પાડવાના સંદર્ભમાં દેશમાં પ્રથમ ક્રમે હોવાની વાતની પણ નોંધ લીધી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ઉદ્યોગ, ઈનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વસમાવેશક વિકાસના માપદંડો પર ગુજરાતનું પ્રદર્શન તમામ રાજ્યોમાં શ્રેષ્ઠ રહ્યું છે.

માધવપુર ઘેડની જમીન ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના મિલનની સાક્ષી છે
માધવપુર ઘેડની જમીન ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના મિલનની સાક્ષી છે

આ મેળો એકતા અને વિવિધતાને દર્શાવે છે- રાષ્ટ્રપતિએ (President inaugurates Madhavpur Fair) પોતાના સંબોધનમાં ઉંમેર્યું હતું કે, માધવપુરનો મેળો (Madhavpur Fair 2022) તેમ જ ગુજરાતના અનેક મંદિરોમાં અને ઉત્તરપૂર્વ ભારતમાં અનેક સ્થળોએ આ પ્રસંગે આયોજિત વિવિધ કાર્યક્રમો એ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક એકતાની ઉજવણી છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આઝાદી કા અમૃત મહોત્સવની સાથે સમગ્ર દેશના લોકોને ભાવનાત્મક સ્તરે જોડવા માટે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ મૂળભૂત રીતે રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવી રહ્યો છે. અને તે રીતે જોતાં માધવપુર ઘેડ મેળા (Madhavpur Fair 2022) સાથે સંકળાયેલા તમામ તહેવારો પણ ભારતની એકતા અને વિવિધતાને દર્શાવે છે.

માધવપુરના મેળાનું ઉદ્ઘાટન
માધવપુરના મેળાનું ઉદ્ઘાટન

ભગવાન શ્રીકૃષ્ણે ગરિમા અને એકતાની શીખ આપી - આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માધવ નામ ભગવાન શ્રીકૃષ્ણનું છે. માધવે લગ્ન માધવપુર ઘેડમાં (President inaugurates Madhavpur Fair) કર્યા હતા. લગ્ન સંબંધથી પારિવારિક સંબંધ બને છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કાર્યક્ષેત્ર દ્વારકા, પૂર્વોત્તર રાજયમાં લગ્ન કર્યા. આમ, પરંપરાગત અને સંસ્કૃતિક વિરાસત થકી શ્રીકૃષ્ણે ગરિમા અને એકતાની શીખ આપી હતી. સામાજિક–સાંસ્કૃતિક સમન્વય સાધ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે ગરિમા અને એકતાની શીખ આપીઃ રાજ્યપાલ
ભગવાન શ્રીકૃષ્ણે ગરિમા અને એકતાની શીખ આપીઃ રાજ્યપાલ

માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને ચરિતાર્થ કરે છેઃ CM - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાવવિભોર સ્વરે જણાવ્યું હતું કે, રામનવમીના પાવન પર્વ નિમિતે રાષ્ટ્રપતિની (President inaugurates Madhavpur Fair) ઉપસ્થિતિ સમગ્ર રાજય માટે ગૌરવની ક્ષણ છે. માધવપુરનો મેળો (Madhavpur Fair 2022) 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પનાને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. રાષ્ટ્રપતિના આગમન સમયે બેન્ડની સૂરવલીઓ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. તો આ પ્રસંગે માધવપુર મેળાનું (Madhavpur Fair 2022) ઐતિહાસિક મહત્ત્વ દર્શાવતી ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્યો હતો.

વિવિધ કલાકારોએ લોકોનું કર્યું મનોરંજન
વિવિધ કલાકારોએ લોકોનું કર્યું મનોરંજન

વિવિધ મહાનુભાવો મેળામાં રહ્યા ઉપસ્થિત - આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેન્દ્રિય રાજય પ્રધાન પ્રતિમા ભૌમિક, ગુજરાતના વાહનવ્યવહાર રાજયપ્રધાન અરવિંદ રૈયાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, રમતગમત અને યુવા વિભાગોના સચિવ અશ્વિની કુમાર, રાષ્ટ્રપતિ (President inaugurates Madhavpur Fair) રામનાથ કોવિંદના ધર્મપત્ની સવિતા કોવિંદ , લેડી ગવર્નર દર્શના આચાર્ય, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની, ધારાસભ્યો, સાંસદસભ્યઓ તથા બહોળી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated :Apr 11, 2022, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.