ETV Bharat / state

Porbandar news: ભારતીય તટ રક્ષક દળ દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ફસાયેલી માછીમારી બોટનું રેસ્ક્યુ કરાયું

author img

By

Published : May 31, 2023, 1:18 PM IST

indian-coast-guard-rescues-stranded-fishing-boat-off-gujarat-coast
indian-coast-guard-rescues-stranded-fishing-boat-off-gujarat-coast

ભારતીય તટ રક્ષકદળ દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ફસાયેલી માછીમારી બોટનું રેસ્ક્યુ કર્યું હતું. 9 માછીમારોથી સવાર બોટના એન્જીનમાં ખામી સર્જાતા મદદ માટે તટ રક્ષકદળ પાસે મદદની માગ કરાઈ હતી. તટ રક્ષકદળ દ્વાર સ્પેશ્યિલ ઓપરેશન હાથ ધરીને માછીમારોને બચાવ્યા હતા.

પોરબંદર: દરિયામાં ક્યારેય કુદરતી આફત સર્જાય ત્યારે ભારતીય તટ રક્ષક દળ હંમેશા તત્પર રહી બચાવ કામગીરી કરતું હોય છે. આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા દરિયાઈ સીમાની સુરક્ષાની સાથે ભારતીય તટ રક્ષકદળ દ્વારા અત્યાર સુધીમાં ઇમર્જન્સી પરિસ્થિતિમાં દરિયામાંથી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ગત 27 મેના રોજ માંગરોળની એક બોટનું રેસ્ક્યુ કરી નવ માછીમારોના જીવ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યા છે.

દરિયાકાંઠે ફસાયેલી માછીમારી બોટનું રેસ્ક્યુ કરાયું
દરિયાકાંઠે ફસાયેલી માછીમારી બોટનું રેસ્ક્યુ કરાયું

ભારતીય તટ રક્ષક દળની કામગીરી: પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 27 મે 2023ના રોજ પોણા બે કલાકે, મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, પોરબંદરને મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઈ દ્વારા ફસાયેલી ભારતીય માછીમારી બોટ 'રોસના' (Regd No. IND-TN-15-MM-5524) અંગે ભારતીય તટ રક્ષક દળને જાણ કરવામાં આવી હતી. ભારતીય તટ રક્ષક દળને મળેલ માહિતી મુજબ આ રોશના નામની બોટ માંગરોળથી લગભગ 120 કિલોમીટર દૂર હતી અને આ રોશના બોટમાં કુલ 9 માછીમારો હતા. આ બોટમાં એન્જિનની ખામી સર્જાય હતી. આ વિકટ પરિસ્થિતિ માં ભારતીય તટ રક્ષક દળ દ્વારા તાત્કાલિક મદદની કામગીરી શરૂ કરાઇ હતી.

રેસ્ક્યુ ઓપરેશન: મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઈ દ્વારા પોરબંદર મેરિટાઇમ રેસ્ક્યુ સેન્ટરને બચાવ માટે કોલ આવ્યો ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ઓપરેશનલ પેટ્રોલિંગ પર હતું. બોટને જરૂરી સહાય પૂરી પાડવા માટે તરત જ કોસ્ટ ગાર્ડના જવાનોએ સુર શિપને બોટ તરફ વાળવામાં આવ્યું હતું. રોશના બોટમાં ઇંધણના પાણીના દૂષિતતાને કારણે જે બોટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી તે દરિયામાં સુધારી શકાઇ ન હતી અને તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ શૂર મુશ્કેલ હવામાન અને તોફાની દરિયામાં રોશના નામની બોટને ખેંચીને લઇ ગઇ હતી. બોટને વેરાવળ હાર્બર તરફ ખેંચવામાં આવી હતી અને વધુ સમારકામ માટે સોંપવામાં આવી હતી. 9 જેટલા માછીમારોને સહીસલામત પહોંચાડવામાં આવ્યા હતા.

  1. Drug Case: NCB અને નેવી ઇન્ટેલિજન્સ જામનગરના સંયુક્ત ઓપરેશન દ્વારા 2500 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
  2. Rescue of fishermen: કોસ્ટ ગાર્ડે દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટમાંથી 6 માછીમારોને બચાવ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.