ETV Bharat / state

પોરબંદર જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય આજથી શરૂ

author img

By

Published : Jan 11, 2021, 11:26 AM IST

પોરબંદર જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય આજથી શરૂ
પોરબંદર જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય આજથી શરૂ

કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યાં છે. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો છે.પોરબંદર જિલ્લાની પણ શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

  • પોરબંદર જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય આજથી શરૂ કરાયું વિદ્યાર્થીઓ માં ખુશી
  • શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં ખુશી
  • શિક્ષણ કાર્ય શરું કરવાના એક દિવસ અગાઉ સ્કૂલના વર્ગખંડો સેંનીટાઇઝ કરાયા



પોરબંદર :રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના કાળના 9 માસ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લાની પણ શાળાઓ શરૂ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

પોરબંદર જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય આજથી શરૂ

ઓનલાઇન શિક્ષણ કરતાં પ્રત્યક્ષ શિક્ષણ થી વિદ્યાર્થીઓની અનેક મુશ્કેલીઓ થઇ શકે છે દૂર

છેલ્લા 9 માસથી કોરોના કાળ ને લીધે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું અને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ હતું પરંતુ વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ પ્રશ્ન રહેતો હતો. તેનો ઉકેલ તાત્કાલિક મળતો ન હતો આ ઉપરાંત નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ઘણીવાર મુશ્કેલી સર્જાતી હતી. આ ઉપરાંત એક જ ઘરમાં એક એન્ડ્રોઇડ ફોન હોય અને અભ્યાસ કરનારા બાળકો ની સંખ્યા વધુ હોય તો સમસ્યા સર્જાતી હતી. આજથી શરૂ કરવામાં આવતા શૈક્ષણિક કાર્ય અને વાલીઓએ સંમતિ આપી પોતાની જવાબદારી સાથે બાળકોને શાળાઓમાં મોકલ્યા હતા

શાળાઓમાં તકેદારી રાખવા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સૂચનાઓ અપાઈ

પોરબંદર જિલ્લામાં પણ શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પોરબંદરમાં ધોરણ 10 અને 12 માટે કુલ 121 શાળાઓ છે. જેમાં પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1170 છે અને વિદ્યાર્થીઓમાં ધોરણ-10 અને 12ના કુલ વિદ્યાર્થીઓ 592 છે જેમાંથી આજે 250 વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ કાર્ય ની શરૂઆત કરવામાં આવી છે શાળામાં કુલ ૨૮ શિક્ષકો ની સંખ્યા છે જેમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું અને ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે તે પહેલા સેનિટાઇઝર ઉપયોગ સાથે સોશિયલ ડિઝટન્સ જાળવી બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એક બીજાને સ્ટડી મટીરીયલની આપ-લે ન કરવા પણ જણાવ્યું હતું.









ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.