ETV Bharat / state

પોરબંદરની સરકારી પોલીટેકનિકના 900 જેટલા વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન

author img

By

Published : May 13, 2020, 7:56 PM IST

પો
hો

હાલ સમગ્ર દેશમાં લકડાઉન છે ત્યારે પોરબંદરની સરકારી પોલીટેકનીકના 900 જેટલા વિધાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહ્યા છે.

પોરબંદર: કોરોના મહામારી સામે દેશવાસીઓ એકજુથ થઇને લડી રહ્યા છે. એ દિશામાં વિદ્યાર્થીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઘર બેઠા ઓનલાઇન શિક્ષણ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીઓ, ખાનગી કોલેજોના વિધાર્થીઓને અધ્યાપકો કોમ્પ્યુટરના માધ્યમથી શિક્ષિત કરી રહ્યા છે.

પોરબંદરની સરકારી પોલીટેકનીકના 900 જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન
પોરબંદરની સરકારી પોલીટેકનીકના 900 જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન

પોરબંદરમાં આવેલી સરકારી પોલીટેકનીક કોલેજનાં 900 જેટલા વિધાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે અને કોરોના વોરિયર્સ બન્યા છે.

મોબાઇલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી આધુનિક સમયની મહત્વની એક ખોજ છે. મોટાભાગના કામ માટે આ માધ્યમ ખુબ જ જરૂરી છે. ઘરથી દુર રહેતા પરિવારના કોઇ સભ્ય સાથે વાત કરવી હોય, પૈસાની લેવડ દેવડ કરવી હોય, વેપાર કરવો હોય, કોઇપણ જાણકારી મેળવવા માટે મોબાઇલ, કોમ્પ્યુટર ઇન્ટરનેટ ખુબ જ મહત્વનું માધ્યમ છે. ઇન્ટરનેટ ટેકનોલોજીના કારણે વિશ્વ એક ગામડું કે એક નાનુ ફળિયું બની ગયુ છે. આ ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળી રહ્યો છે.

પોરબંદરની સરકારી પોલીટેકનીકના 900 જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન
પોરબંદરની સરકારી પોલીટેકનીકના 900 જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન


સરકારી પોલીટેકનીક પોરબંદરના આચાર્ય એમ.બી. કાલરીયાએ કહ્યું કે, લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીટેકનિક કોલેજમા આવેલી ડીપ્લોમાં સીવિલ ઇજનેરીના વિવિધ વિષયો જેવા કે એડવાન્સ સર્વે, બિલ્ડીંગ ડ્રોઇગ, વોટર રીશોર્સ ઈજનેરી, વગેરે જેવા અઘરા વિષયો Google meet applicationના માધ્યમથી સીવિલ વિભાગના વડા ડો.કુકડીયા અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન રહીને શિક્ષણ આપી રહ્યા છે.

કોમ્પ્યુટર, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયરિંગ સહિતના વિભાગોમાં 900 જેટલા વિધાર્થીઓ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન એજ્યુકેશનનો લાભ મેળવી રહ્યા છે.


સિવિલના વિદ્યાર્થી પ્રતાપ પરમારે કહ્યું કે, દરરોજ બે લેકચરમાં હું હાજરી આપુ છું. ઘર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું.

વિદ્યાર્થી ધ્રુવીન ભરાણીયાએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર બાદ પણ કોઇ મુંજવણ હોય તો સર ટેલીફોનિક વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવે છે. અમે કોલેજ જઇ શકતા નથી, છતાપણ અમારો અભ્યાસ ક્રમ ચાલુ છે. અને ઓનલાઇન માર્ગદર્શન મળતુ રહે છે.

અધ્યાપક ડો.વિજયભાઇ કુકડીયાએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન સિવિલ વિભાગ સહિત કોલેજના તમામ અધ્યાપકો વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવાની સાથે વિધાર્થીઓને વર્તમાન વિષયો સાથે સંપર્ક રાખવા ઉપરાંત હકારાત્મક અભિગમ રાખીને આવનારા ભવિષ્ય માટે નિરાશા વગર આગળ વધવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.


કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગનાં અધ્યાપક સાગરભાઇ રામાણીએ કહ્યું કે, ઓનલાઇન લેક્ચર લેવાની સાથે વિદ્યાર્થીઓ લોકડાઉનનું પાલન કરે તેની સમજ આપવામાં આવે છે. સાથે સાથે એડમોડો સાઇટ પરથી ક્વિઝ લેવામાં આવે છે. યુટ્યુબના માધ્યમથી વિધાર્થીઓ પ્રેકટિકલ જ્ઞાન મેળવે છે.

આમ કોવિડ-19 સંક્રમણ ન ફેલાઇ તે માટે સરકાર અને લોકો આપસમાં એક થઇને કોવિડ-19ને હરાવવા માટે કાર્યરત છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવીને કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી રાખીને કોરોના વોરિયર્સ બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.