ETV Bharat / state

Porbandar Beach: સૌરાષ્ટ્રનો આ બીચ સહેલાણીઓથી ઉભરાયો, ભાઈબીજના પર્વે કંઈક આવો જોવા મળ્યો નજારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 7:04 AM IST

માધવપુરનો બીચ સહેલાણીઓથી ઉભરાયો
માધવપુરનો બીચ સહેલાણીઓથી ઉભરાયો

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે, જે લાખો લોકોને આકર્ષે તેવા સુંદર અને નયનરમ્ય છે. દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજના પર્વે અહીં હજારોની સંખ્યામાં લોકો દરિયાઈ ખુબસુરતીને માણવા અને હળવાશની પળો માણવા આવે છે.

માધવપુરનો બીચ સહેલાણીઓથી ઉભરાયો

પોરબંદર: લોકોને ભારતમાં શ્રેષ્ઠ દરિયા કિનારામાં ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા જેવી ફિલીંગ હવે ગુજરાતમાં આવી રહી છે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. ગુજરાત પાસે પણ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે, જેમાં પોરબંદરના માધવપુરનો દરિયા કિનારે લાખો લોકોને આકર્ષે તેવો સુંદર અને નયનરમ્ય છે. વારે-તહેવારે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ત્યારે ભાઈબીજના પવિત્ર તહેવારે અહીં માધવપુરના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યાં હતાં. માઘવપુરની ચોપાટી લોકોને આકર્ષી રહી છે, અને દીન-પ્રતિદિન અહીં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે.

માધવપુરનો બીચ: સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં માધવપુરનો બીચ સૌથી સારામાં સારો બીચ ગણવામાં આવે છે, અહીં અનેક ફિલ્મોના શૂટિંગ પણ થયા છે, અને કેટલીક જાહેરાતોના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે, ત્યારે આ બીચ પર ભાઈબીજના પર્વે ઉમટેલા પ્રવાસીઓના અહીંના નાનાથી લઈને મોટા વેપારીઓના ધંધા-રોજગારને પણ વેગ મળે છે, અહીં ઘોડા, ઉંટ અને ખાણીપીણીના વ્યવસાય ધરાવતા અનેક વેપારીઓ અને હોટલ માલિકોને પણ સારો એવો વેપાર થયો હતો.

બીચને વિકસાવવાના પ્રયાસ: માધવપુરમાં નજીક આવેલ પાકા ગામના ચારણ આઈ માં મિત્ર મંડળ દ્વારા માધવપુરના બીચ પર આવેલા પ્રવાસીઓ માટે ચા તથા પાણીની વિનામૂલ્ય સુવિધા કરવામાં આવી હતી, અને લોકોએ જણાવ્યું હતું કે, માધવપુરનો દરિયો નિહાળવા અનેક લોકો આવે છે. જોકે,રાજ્ય સરકાર દ્વારા આ બીચને વિકસાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે ભવિષ્યમાં વધુમાં વધુ અહીં વિકાસ તો બનશે અને અનેક લોકોને રોજગારી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

જોવા જેવું માધવપુર: મહત્વપૂર્ણ છે કે, માધવપુરમાં માધવરાયનું મંદિર આવેલું છે અને માધવરાયની હવેલી એ અનેક ભક્તો દર્શનાથે આવે છે, અહીં દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના યોજાતા શુભ વિવાહનો પ્રસંગ દેશ-દુનિયામાં ખુબ પ્રચલિત છે. આ ઉપરાંત માધવપુર નજીક આવેલ ઓશો આશ્રમ પણ દેશભરમાં પ્રસિદ્ધ છે. આમ માધવપુરમાં સુંદર અને નયનરમ્ય દરિયા કિાનારા સાથે અહીં આવેલા સહેલાણીઓને માધવપુરની સુંદરતા, શાંતિ અને આસ્થાનો પણ ત્રિવેણી સંગમનો લાભ મળે છે.

  1. માધવપુર બીચ પર પ્રવાસીઓ દરિયાના પાણીએથી હિલોળે ચડ્યા
  2. Madhavpur Ghed fair: કૃષ્ણ રુક્ષમણીના સંગમનુ પ્રતિક એવા માધવપુર ઘેડનાં મેળાનો આજથી પ્રારંભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.