ETV Bharat / state

Water Scarcity in Patan: નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસમાં માટલાં ફોડતી Congress

author img

By

Published : Nov 16, 2021, 4:10 PM IST

Water Scarcity in Patan: નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસમાં માટલાં ફોડતી Congress
Water Scarcity in Patan: નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસમાં માટલાં ફોડતી Congress

પાટણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા ( Water Scarcity in Patan) ઊભી થઈ છે. જેને લઈને આજે પાટણ કોંગ્રેસના ( Patan Congress) આગેવાનો કાર્યકરોએ હિંગળાચાચરથી ખાલી માટલાં સાથે રેલી ( Congress Rally ) યોજી હતી. રેલીસ્વરુપે પાટણ નગરપાલિકા પહોંચી ચીફ ઓફિસર ( Patan Municipality Chief Officer ) અને પાલિકા પ્રમુખની ( Patan Municipality president ) ચેમ્બરમાં માટલાં ફોડી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો.

  • પાટણના મોટાભાગના વિસ્તારોમાં 5 દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ
  • Water Scarcity in Patan મુદ્દે રેલી યોજી કોંગ્રેસે નોંધાવ્યો ભારે વિરોધ
  • કોંગ્રેસ કાર્યકરોએ Patan Municipality Chief Officer અને પ્રમુખની ઓફિસમાં માટલાં ફોડયા
  • નગરપાલિકામાં સીઓ અને પ્રમુખની ગેરહાજરીને પગલે ઓફિસમાં ફોડવામાં આવ્યાં માટલાં

પાટણઃ પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 7, 8, 9, 10 અને વિવિધ સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા ( Patan Municipality Chief Officer ) ઉભી થઇ છે. રજૂઆતો કરવા છતાં યોગ્ય ન થતાં મંગળવારે પાટણ કોંગ્રેસ દ્વારા ( Patan Congress) પીવાના પાણી મુદ્દે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ હિંગળાચાચર ચોકમાં એકઠા થઇ નગરપાલિકાના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતાં. થોડીવાર માટે રસ્તો બંધ કરતા બંને સાઇડે વાહનોની લાંબી કતારો સર્જાઇ હતી. બાદમાં કોંગ્રેસના કાર્યકરો ખાલી માટલાં સાથે રેલી યોજી ( Congress Rally ) નગરપાલિકામાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જ્યાં ચીફ ઓફિસર ( Patan Municipality Chief Officer ) કે પ્રમુખ ( Patan Municipality president ) હાજર ન હોવાથી રોષે ભરાઇને ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસમાં માટલાં ફોડી ભારે હંગામો મચાવ્યો હતો.

સિદ્ધિ સરોવરમાં પાણી ઉપાડવાના તમામ પંપ ખલાસ થયાં છે

સિદ્ધિ સરોવર ખાતેના પંપીંગ સ્ટેશનનું ( Patan Siddhi Sarovar Pumping Station ) સંચાલન કરનાર કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે આ પંપીંગ સ્ટેશન કાર્યરત થયું ત્યારે પાટણની વસતી અને વિસ્તાર મર્યાદિત હતો. તેથી પાણી ઉપાડવા માટે ત્રણ પંપ રાખવામાં આવ્યા હતાં. જેમાંથી બે પંપ ચાલુ રાખવા અને એક સ્પેરમાં રાખવાનો હતો કે જેથી કોઈ પંપ બગડે તો તે કામે લઈ શકાય. જ્યારે હાલમાં ત્રણ પંપ 24 કલાક સતત ચાલુ છે તો બીજી તરફ આ પંપોને 15 વર્ષનો સમયગાળો થયો હોવાથી તમામ પંપ ખલાસ થઈ ગયા છે. નવા પંપ ખરીદવા માટે નગરપાલિકામાં ( Patan Municipality ) અનેકવાર રજૂઆતો કરી છે.

અણઘડ વહીવટના કારણે પાણીની તંગી વેઠતું પાટણ, કોંગ્રેસે કર્યો વિરોધ

નગરપાલિકાના અણઘડ વહીવટને લઇને શહેરીજનો વેઠી રહ્યાં છે મુશ્કેલીઓ

નોંધનીય છે કે પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ પાટણમાં સર્જાયો છે. પાટણ નગરપાલિકાના ( Patan Municipality ) અણઘડ વહીવટને લઇને શહેરીજનો પીવાના પાણીની સમસ્યા ( Patan Municipality Chief Officer ) હાલમાં ભોગવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ પાટણમાં પાણીની તંગી વચ્ચે પીવાના પાણીની પાઇપમાં ભંગાણ

આ પણ વાંચોઃ પાટણમાં પાણીની અછતને પગલે લોકો દુષિત પાણી પીવા મજબુર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.