ETV Bharat / state

Teachers Day 2023 : પાટણમાં શિક્ષક દિને જિલ્લાના 13 શિક્ષકોને પારિતોષિક એનાયત, ટોપર્સ વિદ્યાર્થીઓનું પણ સન્માન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 9:15 PM IST

Teachers Day 2023 : પાટણમાં શિક્ષક દિને જિલ્લાના 13 શિક્ષકોને પારિતોષિક એનાયત, ટોપર્સ વિદ્યાર્થીઓનું પણ સન્માન
Teachers Day 2023 : પાટણમાં શિક્ષક દિને જિલ્લાના 13 શિક્ષકોને પારિતોષિક એનાયત, ટોપર્સ વિદ્યાર્થીઓનું પણ સન્માન

પાટણમાં શિક્ષક દિનની ઉજવણી કરતાં 13 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં છે. પાટણ જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કાર્યપ્રદાન કરનારા શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજિત થયો હતો.

શિક્ષકોને અભિનંદન

પાટણ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા કુલ 13 શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ પણ શિક્ષક દિવસે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.

શિક્ષક દિન નિમિત્તે આજે મને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યો છે. જેનો મને ખૂબ આનંદ છે. શિક્ષક સમાજનો સાચો ઘડવયો છે એ ઉક્તિને ધ્યાનમાં રાખીને હું કાર્ય કરી રહ્યો છું...પશાભાઈ દેસાઈ (શિક્ષક, બી.ડી. સાર્વજનિક વિદ્યાલય)

કલેકટરના હસ્તે પારિતોષિક આપી સન્માનિત : સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને કાયમ માટે યાદગાર બનાવવા 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે શિક્ષકો દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીને પણ બિરદાવવામાં આવે છે. ત્યારે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષકોને સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાર શિક્ષકો અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર નવ શિક્ષકો મળી કુલ 13 શિક્ષકોને જિલ્લા કલેકટર અરવિંદના હસ્તે પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સખત મહેનત કરવા માટે તેમજ તે મહેનતને સાચી દિશા બતાવવા માટે શિક્ષક જ અગત્યનો ભાગ ભજવે છે. આજના ડિજિટલ યુગમાં ગુરૂનો રોલ શું છે તે સમજવું ખબબ જરૂરી છે. સામાજિક જીવનનો મૂળ આધાર શિક્ષણ છે. શિક્ષણ સિવાય કોઈપણ દિશામાં પ્રગતિની પહેલ કરી શકાતી નથી, એટલા માટે જ જો કોઈપણ ક્ષેત્રમાં ક્રાંતિનું બીજ જોવા મળતું હોય તો તેનું ક્ષેત્ર છે શિક્ષણ. મારા માટે પણ મારા માતાપિતા પછી અને શિક્ષક પહેલાં છે...અરવિંદ વિજયન (કલેક્ટર)

જ્ઞાનસેતુ ટોપર્સનું સન્માન : શિક્ષક દિવસની ઉજવણી સાથે આયોજિત કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરેલા બાળકોને ધોરણ 6 માં પ્રવેશ માટે જ્ઞાનસેતુ પરીક્ષામાં 1600 વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે, જેમાંથી ટોપ 5 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત મુખ્યપ્રધાન જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનામાં પાટણ જિલ્લાના કુલ 835 વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલ છે. તેમાંથી ટોપ 5 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

  1. Best Teacher Award 2023 : શિક્ષણ દિન નિમિતે રાજ્યના 34 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો
  2. Best Teacher Award : ભાવનગરના મોજીલા માસ્તરને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મા બનીને બાળકોના બટન ટાંક્યા અને વાળ પણ કાપ્યા
  3. Teachers Day 2023 : નવસારીના શિક્ષકે નવતર પ્રયોગ થકી ભાર વિનાના ભણતરને સાર્થક કરી બતાવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.