ETV Bharat / state

ફરી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હારથી છવાયો અનેરો આનંદ

author img

By

Published : Aug 16, 2022, 1:01 PM IST

ફરી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હારથી છવાયો અનેરો આનંદ
ફરી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હારથી છવાયો અનેરો આનંદ

પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર Gujarat rain update જોવા મળી છે. ગત મોડી રાતથી પંથકમાં વરસાદી Rain in Patan માહોલ જામતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. ત્યારે જૂઓ પાટણ જિલ્લામાં ક્યા કેટલો rain update today વરસાદ વરસ્યો.

પાટણ રાજ્યમાં ફરી વરસાદી માહોલ (rain update today) જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં (Rain in Patan) ગત મોડી રાતથી ધીમીધારે શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી છે. તો વરસાદને લઈ જનજીવન Gujarat rain update પણ પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીઓ ભોગવવી પડી હતી.

આ પણ વાંચો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક

વાતાવરણ ફરી જામ્યુ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની (Rain Forecast in Gujarat) ઋતુ બરાબર જામી છે. જેને લઇ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમિયાન મેઘરાજાના વિરામ બાદ રાત્રીના સમયે ક્યારેય ઝાપટા તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સોમવારે મોડી રાતથી શહેર સહિત જિલ્લામાં વરસાદી વાતાવરણ બરાબર જામ્યું છે અને ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો

ક્યાં કેટલો વરસાદ જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર જારી રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. તો બીજી તરફ વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું. તો સવારના સમયે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને હાલાકીઓ ભોગવવી પડી (rain monsoon 2022) હતી. પાટણ જિલ્લામાં સોમવારે મોડી રાતથી નોંધાયેલા વરસાદી આંકડા જોઈએ તો ચાણસ્મામાં 4 mm, પાટણમાં 8 mm, શંખેશ્વરમાં 5 mm, સમીમાં 7 mm, સરસ્વતીમાં 13 mm, સિદ્ધપુરમાં 39 mm, હારીજમાં 3 અને સાંતલપુરમાં 3 mm વરસાદ નોંધાયો છે. જ્યારે રાધનપુર તાલુકો કોરો રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.