ETV Bharat / state

Post office workers strike: પાટણ પોસ્ટ કર્મચારીઓ પડતર માગણીઓને લઈને બે દિવસ હડતાળ પર

author img

By

Published : Mar 28, 2022, 3:39 PM IST

Post office workers strike: પાટણ પોસ્ટ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને બે દિવસ હડતાળ પર
Post office workers strike: પાટણ પોસ્ટ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને બે દિવસ હડતાળ પર

દેશવ્યાપી હડતાળને પાટણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ(Post office workers strike) પણ સમર્થન આપ્યું છે. પાટણ જિલ્લાના તમામ પોસ્ટ કર્મચારીઓની(Patan Post Office )બે દિવસીય હડતાળમાં જોડાયા છે. શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ એકત્ર થઇ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. હડતાલને પગલે પોસ્ટની તમામ સેવાઓ ખોરવાઈ હતી.

પાટણઃ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ (India Post)દ્વારા વિવિધ પડતર માગણીઓ સાથે બે દિવસીય રાષ્ટ્રીય (Post office workers strike) હડતાળની જાહેરાતને પગલે પાટણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે (Patan Post Office )એકત્ર થઇ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લાના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા પોસ્ટના તમામ વ્યવહારો ખોરવાયા હતા.

બે દિવસ હડતાળ પર

માગણીઓ રજૂ કરી સરકાર સામે દેખાવો - પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઇ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા, ખાનગીકરણની હિલચાલ તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ ખોલવાનું બંધ કરવા,ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સ્પીડ વધારવા,તથા કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવી પરિવારના એક સભ્યને નોકરી આપવી, જીડીએસની ખાલી જગ્યાઓ ભરવા, અઢાર મહિનાનું રોકી રખાયેલું મોંઘવારી ભથ્થુ તાકીદે ચૂકવવા સહિતની 13 જેટલી માગણીઓ રજૂ કરી સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચોઃ Budget 2022 Post Office : પોસ્ટ વિભાગથી મની ટ્રાન્સફર થશે, ડિજિટલ બેન્કિંગ સેન્ટરની જાહેરાત

હડતાળમાં 500થી વધુ કર્મચારીઓ જોડાયા - પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સરકાર દ્વારા દેશ વ્યાપી બે દિવસીય હડતાળને સમર્થન આપ્યું છે. પ્રથમ દિવસે પાટણ જિલ્લામાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ 30 ઓફિસ અને 235 બ્રાંચ પોસ્ટ ઓફિસ મળી કુલ 500થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા સમગ્ર જિલ્લામાં પોસ્ટની તમામ કામગીરી ઠપ બની હતી. પાટણ જિલ્લા પોસ્ટના ડિવિઝનલ સેક્રેટરી ડી.એસ.રાવલે જણાવ્યું હતું કે કોઈપણ ધારાસભ્ય એક વાર ચૂંટાઇ આવે છે તો તેને આજીવન પેન્શન મળવાપાત્ર થાય છે ત્યારે સરકારી કર્મચારી 35 વર્ષ સુધી પોતાની ફરજ બજાવે છે તેમ છતાં તેને પૂરતું પેન્શન મળતું નથી. સરકાર આવી બેવડી નીતિ બદલવી જોઈએ.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.