ETV Bharat / state

Patan News: બીજા દિવસે પણ પાણીની પાઇપ લાઈનમાંથી વધુ અવશેષ મળ્યા, સફાઈકામ શરૂ

author img

By

Published : May 18, 2023, 7:20 AM IST

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મળેલા અવશેષના કેસમાં હજુ પણ આવી બીજી પાઈપલાઈનની તપાસણી થઈ શકે છે. અંદરના વિસ્તારમાં કુલ બે પાઈપલાઈન છે. જેમાંથી અવશેષ મળી આવ્યા છે. એક પાઈપલાઈન તો એટલી મોટી છે એક આખો માણસ અંદર સમાઈ શકે.

Patan News: બીજા દિવસે પણ પાણીની પાઇપ લાઈનમાંથી વધુ અવશેષ મળ્યા, સફાઈકામ શરૂ
Patan News: બીજા દિવસે પણ પાણીની પાઇપ લાઈનમાંથી વધુ અવશેષ મળ્યા, સફાઈકામ શરૂ

Patan News: બીજા દિવસે પણ પાણીની પાઇપ લાઈનમાંથી વધુ અવશેષ મળ્યા, સફાઈકામ શરૂ

સિદ્ધપુર/પાટણઃ સિદ્ધપુરમાં ઉપલી શેરી વિસ્તારમાં આવેલી એક પાઈપલાઈનમાંથી અવશેષ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં અપડેટ એવી સામે આવી છે કે, બીજા દિવસ દરમિયાન પણ ખોદકામ ચાલું રહ્યું હતું. લાલ ડોશીની પોળમાંથી વધુ એક પગનો ભાગ મળી આવ્યો છે. જોકે, પોલીસ વિભાગમાંથી મળતી વિગત અનુસાર આ અવશેષો માણસના છે કે નહીં એ સ્પષ્ટ થયું નથી. FSLના રીપોર્ટ બાદ આ ચોખવટ થશે.

FSLની મદદ લેવાઈઃ હાલમાં તો આ અંગે મામલે એફ.એસ.એલ.ની ટીમની મદદ લેવામાં આવી રહી છે. દરેક અવશેષો પર વિશેષ તપાસ કરી રહી છે. બીજી તરફ સિધ્ધપુર પોલીસ દ્વારા પણ આ રહસ્ય કોકડું ઉકેલવા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બુધવારે સાંજના સમયે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટનાસ્થળે દોડી જઇ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઈન્ચાર્જ SP વિશાખા ડબરાલના જણાવ્યા અનુસાર હજું તપાસ ચાલું છે. નગરપાલિકા તરફ આ દિશામાં ખોદકામ ચાલું છે. જ્યારે સિદ્ધપુર DYSP એ મોટી સ્પષ્ટતા કરી હતી.

બે પાઇપલાઇનમાંથી કેટલાક અંગો મળ્યા છે. જેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સિધ્ધપુરમાંથી એક યુવતી ગુમ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. --સિધ્ધપુર DYSP કે.કે.પંડયા

ઊંડી તપાસ કરાશેઃ સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ મહિલાના મૃતદેહના અંગો લાગી રહ્યા છે. આ ઘટના બાદ તપાસ કરતાં પાણીની ટાંકીનો દરવાજો તુટેલો છે. હાલમાં પાણીની પાઇપલાઇનમાં અન્ય કોઇ અંગો ફસાયેલા છે કે, નહીં એ માટે અન્ય પાણી છોડવાના વાલ્વ બંધ કરી ફુલપ્રેશરથી પાણી છોડી ચેક કરવામાં આવશે. કહેવાય છે કે, પાણીની ટાંકીમાં કોઇએ પડતું મૂકયુ હોય અને મૃતદેહ કોહવાઇ જતા તેના અંગો છુટા પડી પાણી વિતરણની પાઇપલાઇનોમાં ફસાઇ ગયા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે.

હત્યા કે આત્મહત્યાઃ આ બનાવ જો કે હત્યાનો છે કે, આત્મહત્યા તેને લઇ ભારે ચર્ચાઓ જાગી છે. સત્ય હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિદ્ધપુર ચીફ ઓફિસરે વોટરવર્ક એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધા છે. જેથી નગરપાલિકાના કર્મચારીઓમાં ભયનો માહોલ છે. બીજા દિવસે સમગ્ર પાઈપલાઈનની સફાઈ શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ વિભાગના સુત્રો જણાવે છે કે, જે અવશેષો અમારા સુધી આવ્યા હતા. એની પ્રાથમિક તપાસ કરીને ઊંડી તપાસ હેતુ અમદાવાદ FSLમાં મોકલી દેવામાં આવ્યા છે. વિગત એ પણ સામે આવી છે કે, LCB ટીમ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.