ETV Bharat / state

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમાં પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

author img

By

Published : Jun 16, 2020, 4:31 AM IST

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ
ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાટણ જિલ્લાએ 86.67 ટકા સાથે મેદાન મારી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં એકસપરી મેન્ટલ હાઈસ્કૂલ ની વિધાર્થીનીએ 99.98 પી.આર રેન્ક સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પાટણ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 મા લેવાયેલી બોર્ડની પરિક્ષામાં પાટણ જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર કુલ 8023 વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ, જે પૈકી 8015 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે સોમવારના રોજ પરિણામ જાહેર થતા પાટણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં 86 ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં કુલ 6947 વિધાર્થીઓ પાસ થયા છે. જ્યારે 1068 વિધાર્થીઓ નાપાસ થયા છે.

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

પાટણની પીપીજી એક્સપરી મેન્ટલ હાઈસ્કૂલની વિધાર્થીની ઠક્કર રીયાએ 99.98 પીઆર રેન્ક સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે શાળાના પ્રજાપતિ મૌલિકે 99.90 રેન્ક સાથે જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. શાળાના શિક્ષકોએ વિધાર્થીઓને મો મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લામાં પ્રથમ આવનાર વિધાર્થીનીએ આ સફળતાનો શ્રેય માતા-પિતા અને શાળા શિક્ષકો આપ્યો હતો.

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ
ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

જિલ્લામાં પ્રથમ અને બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળાના વિદ્યાર્થીઓને આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે બિરદાવ્યા હતા. તેમજ શાળાના શિક્ષકોએ વિધાર્થીઓ પાછળ વર્ષ દરમ્યાન કરેલ મહેનતની પણ સરાહના કરી હતી.

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ
ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

જિલ્લાના 12 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ મેથાણ હાઈસ્કૂલનું 93.73 ટકા આવ્યું છે. તો સૌથી ઓછુ પરિણામ 79.52 શંખેશ્વર કેન્દ્રનું આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ
ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામમા પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.