ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 3, 2021, 9:06 PM IST

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની આગળ ધપી રહી છે. ગત એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ચઢાવ ઉતાર બાદ શનિવારે જિલ્લામાં 51 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 26 કેસ સામે આવતાં ભારે ખળભળાટ મચ્યો છે, તો બીજી તરફ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ ઉપરાંત પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 6, ચાણસ્મા તાલુકામાં 8, સમી તાલુકામાં 4, સિદ્ધપુર શહેરમાં 3 અને હારીજ, શંખેશ્વર તેમજ સિદ્ધપુર તાલુકામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • પાટણ શહેરમાં કોરોનાના 26 પોઝિટિવ કેસ નોંધાયા
  • ચાણસ્મા તાલુકામાં 8 અને પાટણ તાલુકામાં 6 કેસ નોંધાયા
  • એક સાથે 51 કેસ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
  • કોરોનાને લઇ લોકોમાં ફેલાયો ફફડાટ
  • પાટણ શહેરમાં અત્યાર સુધીમાં 1,509 દર્દીઓ કોરોનાની ઝપેટમાં
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 4,704 પહોંચ્યો
  • 300 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં

પાટણઃ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 4,704 ઉપર પહોંચ્યો છે, જ્યારે પાટણ શહેરમાં કુલ 1,509 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો 251 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલમાં પેન્ડિગમાં છે. આ સાથે જ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 300 હોમ આઈસોલેશન હેઠળ છે. આ ઉપરાંત 4,263 દર્દીઓને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ: 55 કેસ પોઝિટિવ નોંધાયા

51 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં શનિવારે નોંધાયેલા કેસોમાં પાટણમાં 26, સિદ્ધપુરમાં 3, પાટણ તાલુકાના ધારપુર, વડલી, ખાનપુરડા, ધારણોજ, રણુજ, નોરતા તથા ચાણસ્મા તાલુકાના કેસણી, પીંપળ, જીતોડા, મંડલોપ, જસલપુર અને સમી તાલુકાના મટોત્રા, ગુજરવાડા, અદગામ અને સિદ્ધપુર તાલુકાના મેળોજ, હારીજ તાલુકાના વેજાવાડા, રાધનપુર શહેર અને શંખેશ્વર તાલુકાના બોલેરા ગામમાં મળી કુલ 51 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, વધુ 45 કેસ નોંધાયા

લોકો તકેદારી નહીં રાખે તો કોરોનાની સ્થિતિ વિકરાળ બનવાની સ્થિતિ

કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને પણ લપેટમાં લેતાં લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેમ હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.