ETV Bharat / state

પાટણ યુનિવર્સિટી રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માપણી કરાઇ

author img

By

Published : Dec 3, 2019, 11:58 PM IST

પાટણ: કાંસા ભીલડી રેલવે લાઈન પર ટ્રેનોની અવર જવર વધતા શહેરના પ્રવેશ દ્વાર સમાન રાજમહેલ રોડથી યુનિવર્સિટી માર્ગ પર આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ઉભી થતાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીની નિમણૂંક કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ પાટણ આવી સ્થળનું નિરીક્ષણ કરી ઓવર બ્રિજ બનાવવાની શક્યતાઓની ચકાસણી કરી ત્રણેય બાજુની માપણી કરી હતી.

patan
patan

પાટણનું વર્ષો જૂનું કાંસા ભીલડી લાઈનનું સ્વપ્ન સાકાર થયા બાદ આ લાઇન પર મુસાફર અને ગુડ્ઝ ટ્રેનોની અવર જવર વધતા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ રેલવે ફાટક બંધ રહેતા બન્ને બાજુ વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેને કારણે ફાટક પર ઓવર બ્રિજ બનાવવા માટે નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રએ આ દરખાસ્ત સરકારમાં મોકલી હતી.

યુનિવર્સિટી રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માપણી કરાઈ

જેને પગલે સરકાર દ્વારા નીમવામાં આવેલ ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ અને તેમની ટીમ પાટણ આવી હતી અને ફાટક ઉપર ફ્લાય ઓવર બ્રિજ બની શકે કે નહીં તેની શક્યતાઓની ચકાસણી કરી હતી અને ત્રણે બાજુના માર્ગોની માપણી કરી હતી. જેમાં રેલવે ફાટકથી કલેકટર કચેરી તરફ ફ્લાય ઓવર બ્રિજ માટે 350 મીટર, રેલવે ફાટકથી શક્તિ સર્કલ સુધી 80 મીટર, શક્તિ સર્કલથી પાલિકા બઝાર સુધી 175 મીટર અને શક્તિ સર્કલથી કોલેજ સુધી 150 મીટરની લંબાઈની માપણી કરી હતી. પ્રાથમિક તબકકે આ જગ્યા પર બ્રિજ બની શકે છે તેવો અંદાજવામાં આવી રહ્યું છે.

આ કંપની દ્વારા આગામી દિવસોમાં ફ્લાય ઓવર બ્રિજની ત્રણે બાજુની લંબાઈ, નકશાઓ તથા ડિઝાઇન તૈયારી કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રેલવે તંત્રના અધિકારીઓ સાથે ઉંચાઈ સહિતની ચર્ચાઓ કરી રેલવે તંત્રની મંજૂરીની મહોર મળશે તો આગામી દિવસોમાં નિયમ મુજબ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ કાંસા ભીલડી રેલવે લાઈન પર ટ્રેનો ની અવર જવર વધતા શહેરના પ્રવેશ દ્વાર સમાન રાજમહેલ રોડ થી યુનિવર્સીટી માર્ગ પર આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની ઉભી થતા રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપની ની નિમણૂક કરવામાં આવી છે.ત્યારે આજે આ કંપની ના અધિકારીઓ પાટણ આવી સ્થળ નું નિરીક્ષણ કરી ઓવર બ્રિજ બનાવવાની શક્યતાઓ ની ચકાસણી કરી ત્રણેય બાજુ ની માપણી કરી હતી.


Body:પાટણ નું વર્ષો જૂનું કાંસા ભીલડી લાઈન નું સ્વપ્નું સાકાર થયા બાદ આ લાઇનપર મુસાફર અને ગુડ્ઝ ટ્રેનો ની અવર જવર વધતા યુનિવર્સીટી રોડ ઉપર આવેલ રેલવે ફાટક બંધ રહેતા બન્ને બાજુ વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઇ છે.જેને કારણે ફાટક પર ઓવર બ્રિજ બનાવવા માટે નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર ને રજુઆત કરી હતી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર એ આ દરખાસ્ત સરકારમાં મોકલી હતી જેને પગલે સરકાર દ્વારા નીમવામાં આવેલ ખાનગી કંપની ના કન્સલ્ટન્ટ અને તેમની ટિમ પાટણ આવી હતી અને ફાટક ઉપર ફ્લાય ઓવર બ્રિજ બની શકે કે નહીં તેની શક્યતાઓ ની ચકાસણી કરી હતી.અને ત્રણે બાજુ ના માર્ગો ની માપણી કરી હતી.જેમાં રેલવે ફાટક થી કલેકટર કચેરી તરફ ફ્લાય ઓવર બ્રિજ માટે 350 મીટર, રેલવે ફાટક થી શક્તિ સર્કલ સુધી 80 મીટર, શક્તિ સર્કલ થી પાલિકા બઝાર સુધી 175 મીટર, અને શક્તિ સર્કલ થી કોલેજ સુધી 150 મીટર ની લંબાઈ ની માપણી કરી હતી.પ્રાથમિક તબકકે આ જગ્યા પર બ્રિજ બની શકે છે તેવો અંદાજવા મા આવી રહ્યું છે.

બાઈટ 1 મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ પાટણ નગરપાલિકા


Conclusion:આ કંપની દ્વારા આગામી દિવસો મા ફ્લાય ઓવર બ્રિઝ ની ત્રણે બાજુ ની લંબાઈ, નકશાઓ તથા ડિઝાઇન તૈયારી કરી સરકાર સમક્ષ રજુકરવામાં આવશે ત્યાર બાદ રેલવે તંત્ર ના અધિકારીઓ સાથે ઉંચાઈ સહિત ની ચર્ચાઓ કરી રેલવે તંત્ર ની મંજૂરી ની મહોર મળશે તો આગામી દિવસો મા નિયમ મુજબ ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવશે.

પી ટુ. સી.ભાવેશ ભોજક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.