ETV Bharat / state

હરિજમા દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું

author img

By

Published : Sep 16, 2021, 12:40 PM IST

હરિજમા દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું
હરિજમા દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું

ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જો દિલીપ ઠાકોરને પુનઃમંત્રી બનાવવામાં નહીં આવે તો સામૂહિક રીતે પક્ષમાંથી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

  • નવા પ્રધાનમંડળમાં બાદબાકીની સંભાવનાને લઇ સમર્થકોમાં ભાજપ સામે રોષ
  • હારી તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા
  • દિલીપ ઠાકોરના સમર્થનમાં આગેવાનો કાર્યકરો એ ભાજપ સામે બગાવત નું બ્યુગલ ફૂંક્યું


પાટણ: જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય દિલીપ ઠાકોર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કેબિનેટમાં પ્રધાન હતા પરંતુ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના પ્રધાનમંડળમાં તેમની બાદબાકી કરવામાં આવનાર હોવાની જાણ તેમના સમર્થકોને થતાં હારીજ ખાતે તાલુકા પંચાયત કચેરીએ એકઠા થયા હતા જ્યાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ દોડી આવ્યા હતા અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષના કાર્યકરોએ શિસ્તના લીરેલીરા ઉડાવી બગાવતનું બ્યૂગલ ફુંક્યું હતું.

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ

રાજીનામાં આપવાની ચીમકી

મોટી સંખ્યામાં એકઠા થયેલા ભાજપના આગેવાનો અને દિલીપ ઠાકોરના સમર્થકોએ જણાવ્યું હતું કે," દિલીપ ઠાકોરનો પરિવાર છેલ્લા 46 વર્ષથી જનસંઘ અને ભાજપના સાથે જોડાયેલો છે અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.દિલીપ ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.ગત વિધાન સભામાં જિલ્લાની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. જ્યારે દિલીપ ઠાકોરે બેઠક જાળવી રાખી છે છતાં તેમનો નવા પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં નહિ આવતા તેના વિપરીત પરિણામો ભાજપને ભોગવવા પડશે. દરેકને સાથે લઈ ચાલનાર અને વિસ્તારનો વિકાસ કરનાર દિલીપ ઠાકોરને અન્યાય કરવામાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે અને જરૂર પડશે તો તમામ આગેવાનો કાર્યકરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકસાથે ભાજપ પક્ષમાંથી રાજીનામાં ધરી દેશે"

આ પણ વાંચો : કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.