ETV Bharat / state

જૂના વેરને કારણે થયેલા પારિવારિક તકરારમાં ફોઈના દીકરાએ ગુમાવવો પડ્યો જીવ

author img

By

Published : Aug 6, 2022, 8:48 AM IST

Etv Bharatજૂના વેરને કારણે થયેલા પારિવારિક તકરારમાં ફોઈના દીકરાએ ગુમાવવો પડ્યો જીવ
Etv Bharatજૂના વેરને કારણે થયેલા પારિવારિક તકરારમાં ફોઈના દીકરાએ ગુમાવવો પડ્યો જીવ

પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં(Verai Chakla area of Patan) મામા ફોઈના કૌટુંબિક કકળાટ વચ્ચે ખૂની ખેલ થયા હતા. જેમાં મમના દીકરાએ તીક્ષ્ણ હથિયારથી ફોઈના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગતના બાદ LCB પોલીસે તપાસ(LCB Police Investigation) બાદ ગણતરીના કલાકોમાં રૂપપુરા ગામેથી ઝડપી લીધા હતા.

પાટણ: શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં(Verai Chakla area of Patan) ગતરોજ મામા ફોઈના પરિવાર વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં મામાના દીકરાએ ફોઈના દીકરાને તિક્ષણ હથિયાર ના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન પાટણ LCB પોલીસે(Patan LCB Police Team) બાતમી આધારે હત્યામાં સંડોવાયેલા ચાર શખ્સોને ગણતરીના કલાકોમાં રૂપપુરા ગામેથી ઝડપી લઇ એ ડિવિઝન પોલીસને સુપરત કર્યા હતા.

મામા ફોઈના કૌટુંબિક કકળાટ વચ્ચે ખૂની ખેલ

આ પણ વાંચો: Firing in Surat: છૂટાછેડા કેસના વિખવાદમાં આર્મીમેને પત્નીની હત્યા કરવા સોપારી આપી

જૂની અદાવતને લઇને બોલાચાલી થતા હુમલો કર્યો હતો - પાટણના રોટરીનગરમાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો પ્રકાશ પૂનમ પટણી ગતરોજ સવારના સમયે પોતાની રીક્ષા લઈને શહેરના પંચમુખી હનુમાન મંદિર(Panchmukhi Hanuman Temple in Patan) પાસે આવેલી શાકમાર્કેટમાં ગયો હતો. ત્યાં તેના મામા રમેશ પટણીના ત્રણ દીકરાઓ સાથે જૂની અદાવતને લઈને બોલાચાલી(Family Conflict took a life) થઈ હતી. ત્યારબાદ તે પોતાની રીક્ષા લઈને વેરાઈ ચકલા ચોકમાં આવી પહોંચ્યો હતો. જ્યાં તેના મામાના દીકરાઓએ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે પેટના ભાગે ખંજર ઘુસાડી હુમલો કર્યો હતો. લગભગ શરીર પર 10 જેટલા ઘા મારતા મૃત્યુ નીપજ્યું હતું. તે બાદ આરોપી ફરાર થઈ ગયા હતા.

આરોપીઓને પાલનપુરથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા - હત્યારાઓને ઝડપી લેવા માટે પાટણ જિલ્લા પોલીસ વડાની(Patan District Police Chief) સૂચનાથી LCB SOGએ ડિવિઝન પોલિસ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પાટણ LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ(LCB Police Technical Surveillance), મોબાઈલ લોકેશન અને ખાનગી બાતમીને આધારે ચાર આરોપીઓને પાલનપુરથી ગણતરીના કલાકોમાં ઝડપી લઇ, એ ડિવિઝન પોલીસને સુપરત કર્યા હતા.

આ પણ વાંચો: વાંકાનેરઃ પતિ-પત્નીના ઝઘડા બાદ દેરાણી-જેઠાણી વાત કરતા ભાભીનો ભોગ લેવાયો

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી - પાટણ A ડિવિઝન PI(Patan A Division PI) અરુણ પ્રમાણે જણાવ્યું હતું કે મૃતકની માતાની ફરિયાદને આધારે ચાર શખ્સો સામે 302, 114 મુજબનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પાટણ LCB પોલીસે ટેલીફોનિક લોકેશનના આધારે પાલનપુરના રૂપપુરા ગામેથી ચાર આરોપીઓને ઝડપી લઇ A ડિવિઝન પોલીસને સુપ્રત કરતા પોલીસે આરોપીઓને હસ્તગત કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.