ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીમાં કારોબારી સમિતિની 2 બેઠક માટે નિયત તારીખે જ યોજાશે ચૂંટણી

author img

By

Published : Jan 18, 2021, 5:39 PM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોર્ટમાંથી કારોબારી સમિતિના બે સભ્યોની ચૂંટણીને લઈને સિદ્ધપુરના ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓએ વિદ્યાર્થી સેનેટની 8 જગ્યાઓ ભર્યા બાદ જ કારોબારીના બે સભ્યોની ચૂંટણી કરવામાં આવે તે બાબતે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જે માગણી કોર્ટે ફગાવી છે. જેથી યુનિવર્સિટી કારોબારી સમિતિના બે સભ્યોની ચૂંટણી નિયત તારીખે જ યોજાશે.

  • યુનિવર્સીટી કારોબારી સમિતિના બે સભ્યોની ચૂંટણી મામલો
  • વિદ્યાર્થી સેનેટની 8 બેઠકો ભર્યા બાદ ચૂંટણી યોજવા હાઇકોર્ટમાં કરાઈ હતી પિટિશન
  • સિદ્ધપુરના ધારાસભ્ય સહિત ત્રણ વ્યકિતએ કરી હતી પિટિશન
  • હાઈકોર્ટે અરજદારોની અરજી ને કરી ડિસમિસ

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિના સભ્યોની મુદત ચાલુ મહિનાના અંતે પૂરી થઈ રહી છે, ત્યારે યુનિવર્સિટી કોર્ટમાંથી કારોબારી સમિતિના બે સભ્યો માટે 25 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજવા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

25 જાન્યુઆરીએ કારોબારી સમિતિના બે સભ્યો માટેની ચૂંટણી યોજાશે

આ જાહેરનામાને અનુલક્ષીને યુનિવર્સિટીમાં 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો બીજી તરફ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થી સેનેટની 8 જગ્યાઓ માટે ચૂંટણી કરવામાં આવી નથી, ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત ત્રણ વ્યક્તિઓએ વિદ્યાર્થી સેનેટની 8 જગ્યાઓ માટેની ચૂંટણી કર્યા બાદ જ કારોબારી સમિતિના બે સભ્યોની ચૂંટણી કરવામાં આવે તે માટે નામદાર હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી, ત્યારે યુનિવર્સિટીમાં ચૂંટણી યોજાશે કે નહીં તેના પર સૌની નજર હતી, જોકે, સોમવારે હાઈકોર્ટે અરજદારની અરજીને ડિસમિસ કરતા 25 જાન્યુઆરીએ કારોબારી સમિતિના બે સભ્યો માટેની ચૂંટણી યોજાશે.

ડીએમ પટેલ
ડીએમ પટેલ
યુનિવર્સિટીના રંગ ભવન ખાતે યોજાશે ચૂંટણીયુનિવર્સિટીના રંગ ભવન ખાતે 25 જાન્યુઆરીએ ચૂંટણી પહેલાં એક એજન્ડા ઉપર સભા યોજાશે. ત્યારબાદ બપોરે 12:45 થી 2:45 સુધી મતદાન પ્રક્રિયા કરવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ 3:30 કલાકે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પાટણ યુનિવર્સિટીમાં કારોબારી સમિતિની 2 બેઠક માટે નિયત તારીખે જ યોજાશે ચૂંટણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.