ETV Bharat / state

પાટણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રેડ ક્રોસની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું

author img

By

Published : Oct 4, 2020, 10:47 PM IST

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સેન્ટ જોન એમ્બ્યુલન્સના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિયુક્ત બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધિવત રીતે કર્યું હતું.

પાટણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રેડ ક્રોસનું નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું
પાટણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રેડ ક્રોસનું નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું

પાટણઃ શહેરમાં છેલ્લા 7 દાયકાથી આરોગ્ય અને માનવ સેવા ક્ષેત્રે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગવું પર્દાપણ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સેવા નજીવા દરે ઉપલબ્ધ થઈ શકે તે માટે રેડક્રોસ સોસાયટી દ્વારા પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક રૂપિયા 4.5 કરોડના ખર્ચે નવનિયુક્ત રેડક્રોસ ભવન, બ્લડ બેન્ક અને ડાયગ્નોસ્ટિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જે બિલ્ડીંગનો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું.

પાટણમાં નાયબ મુખ્યપ્રધાને રેડ ક્રોસનું નવું મકાન ખુલ્લું મુક્યું
પાટણમાં નાયબ મુખ્યપ્રધાને રેડ ક્રોસનું નવું મકાન ખુલ્લું મુક્યું

લોકાર્પણ કાર્યક્રમ બાદ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ ભગવાનના નવીન બિલ્ડિંગમાં દાન આપનાર દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તો સંસ્થાના સેવાદર્પણ 3નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં નાયબ મુખ્યપ્રધાને રેડ ક્રોસનું નવું મકાન ખુલ્લું મુક્યું
પાટણમાં નાયબ મુખ્યપ્રધાને રેડ ક્રોસનું નવું મકાન ખુલ્લું મુક્યું

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, શહેરનો ઇતિહાસ અને તેની આરોગ્ય અને માનવ સેવાની સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. પાટણમાં નવીન રેડક્રોસ ભવનથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યની વિવિધ સેવાઓ મળી રહેશે. આ અધ્યતન બિલ્ડિંગમાં ઉપલબ્ધ થનારી આરોગ્યલક્ષી સેવાઓ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

પાટણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રેડ ક્રોસનું નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.