ETV Bharat / state

કોંગ્રેસેનો દાવો, 27 વર્ષમાં ભાજપ પ્રાથમિક સુવિધા દેવામાં પણ નિષ્ફળ

author img

By

Published : Aug 21, 2022, 8:14 PM IST

કોંગ્રેસેનો દાવો, 27 વર્ષમાં ભાજપ પ્રાથમિક સુવિધા દેવામાં પણ નિષ્ફળ
કોંગ્રેસેનો દાવો, 27 વર્ષમાં ભાજપ પ્રાથમિક સુવિધા દેવામાં પણ નિષ્ફળ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એકપછી એક કેન્દ્રના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. જેની સામે ટકી રહેવા માટે કોંગ્રેસે પણ પ્રયાસ શરૂ કરી દીધો છે. બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવી જ એક બેઠક પાટણમાં પણ યોજાઈ હતી. જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. Patan Congress committee, Patan Nagarpalika, Patan politics

પાટણ ગુજરાત વિધાનસભા 2022 માટે પાટણ જિલ્લામાંથી કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. રાજ્યના ચુંટણી ઢંઢેરામાં રવીવારનાં રોજ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દિપકભાઈ બાબરીયા સહિતના આગેવાનોની ખાસ ઉપસ્થિત વચ્ચે યુનિવર્સિટીનાં રંગભવન હોલ ખાતે પાટણ વિધાનસભા વિસ્તારનાં સૂચનો મેળવવામા આવ્યા હતા. પાટણમાં કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો આપનો દાવો, મિનિસ્ટર હોય કે CM, સરકારી બાબુના હાથે સરકાર ચાલે છે

મેવાણીની હાજરી પાટણ ગુજરાત વિધાનસભા 2022 માટે પાટણ જિલ્લામાંથી કોંગ્રેસે પોતાના વચનોની લ્હાણી કરી હતી. આ સાથે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પાટણ જિલ્લાના પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા યોજાઇ બેઠક યોજવામાં આવી હતી. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે કરી રજુઆત કરતા ઘણા બધા વિષય પર વાત કરી હતી. કોંગ્રેસ હવે લોકો સમક્ષ લોકોના પ્રશ્નોને લઇ વિધાનસભા લડવાની તૈયારીમાં હોય એવું આ બેઠક પરથી લાગી રહ્યું હતું. ચંદનજી ઠાકોર કિરીટ પટેલ અને વડગામ વિધાનસભા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આક્ષેપબાજી થઈ ધારાસભ્ય ડો કિરીટ પટેલે સુચન કરતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. યુનિવર્સિટીના ભ્રષ્ટાચારોએ પણ માઝા મુકી છે ત્યારે 2022માં કોંગ્રેસની સરકાર આવે તો આ સમસ્યા બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. રંગભવન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના મતવિસ્તારના સુચનો રજુ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 27 વષૅ થી ગુજરાતમાં ભાજપનું શાસન છે છતાં માતૃગયા તીથૅ સિધ્ધપુરનો સમાવેશ યાત્રા વિકાસ નિગમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સિધ્ધપુરમાં પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરો આવેલા છે. તેનો પણ ભાજપ સરકાર દ્વારા ફક્ત ચુંટણી સમયે લાભ ઉઠાવવા ઉપયોગ કરે છે.

આ પણ વાંચો કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ, આ તારીખે મળશે મોટા સમાચાર

કામગીરી ન થઈ સિધ્ધપુરની સરસ્વતી નદીમાં બારે માસ પાણી વહેતું રહે તે માટે પણ ભાજપ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ભાજપ શાસિત નગરપાલિકા પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ નિવડી છે. સિધ્ધપુરમાં ખેલાડીઓ માટે કોઈ રમત ગમત માટે સ્પોર્ટ્સ સંકુલ પણ નથી. તેઓએ સરસ્વતી તાલુકાનું સ્વતંત્ર એપીએમસી બિલ્ડીંગ ન હોવાનાં કારણે પાટણ માર્કેટયાર્ડમાંથી વહીવટ થતો હોવા સાથેનાં પોતાના સુચનો રજુ કરી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન બને તો ઉપરોક્ત સુચનોનો અમલ કરાવવા ખાતરી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.