ETV Bharat / state

પાટણમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા

author img

By

Published : Feb 2, 2021, 4:25 PM IST

પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાને પગલે આવતા આગામી ચૂંટણીમાં તેના પડઘા પડશે. જેના ભાગરૂપે સોમવારે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટી અને ઉત્સવનગર સોસાયટીના સ્થાનિકોએ સોસાયટીના ગેટ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવવામાં આવતા પાટણનું રાજકારણ ગરમાયુ છે.

ચૂંટણી બહિષ્કારના બેનર્સ
ચૂંટણી બહિષ્કારના બેનર્સ

  • પાટણ કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર
  • ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગતા પાટણનું રાજકારણ ગરમાયું
  • અન્ય વિસ્તારોમાં આવા બેનરો લાગશે તેવા ભયથી રાજકીય પક્ષોમાં હડકંપ

પાટણ: નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતા અને જે-તે વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતા આગામી ચૂંટણીમાં તેના પડઘા પડશે. જેના ભાગરૂપે સોમવારે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલા કર્મભૂમિ સોસાયટી અને ઉત્સવનગર સોસાયટીના સ્થાનિકએ સોસાયટીના ગેટ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવતાં પાટણનું રાજકારણ ગરમાયુ છે. બીજી તરફ દરેક વિસ્તારોમાં આ રીતે બેનરો લાગશે, તેવા ભયને પગલે રાજકીય પક્ષોમાં હડકંપ મચી છે.

પ્રશ્નો નહીં ઉકેલાતા તેના પડઘા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પડશે

પાટણ નગરપાલિકાની ગત 5 વરસની ટર્મમાં અઢી વર્ષ કોંગ્રેસ અને અઢી વર્ષ ભાજપે શાસન કર્યું હતું. તેમ છતાં શહેરના મોટાભાગના વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ સહિત સમસ્યાઓમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. જેમાં ખાસ કરીને રખડતા પશુઓની સમસ્યાનો કોઇ જ નક્કર ઉકેલ આવ્યો ન હતો. તેમજ અનેક રજૂઆતો કરવા છતાં જે-તે વિસ્તારના પ્રશ્નો નહીં ઉકેલાતા તેના પડઘા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પડશે. તેની શરૂઆત થઇ ગઇ હોય, તેમ સોમવારે શહેરની ઉત્સવનગર સોસાયટીના સ્થાનિકોએ વિવિધ પ્રશ્નોને લઇ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી ગેટ પર બેનર્સ લગાવ્યા છે.

ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો

આ બેનરમાં લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ રોડ પર ઉભરાતી ગટરો, વરસાદી પાણીનો ભરાવો, સ્વચ્છતાનો અભાવ, રખડતા ઢોરોનો ત્રાસ સહિતના રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેનો નિકાલ કરવામાં નહીં આવતા ચૂંટણી બહિષ્કારનો બેનરમાં ઉલ્લેખ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.