ETV Bharat / state

Board Exam: પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ, DEOએ વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવ્યું

author img

By

Published : Mar 14, 2023, 3:46 PM IST

Board Exam: પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ, DEOએ વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવ્યું
Board Exam: પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ, DEOએ વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવ્યું

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. અહીં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લાની બી એમ. હાઈસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઘસારો જોવા મળ્યો

પાટણઃ રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે આ વખતે જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા 2 ઝોનમાં યોજવામાં આવી હતી. અહીં સવારથી જ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તો પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આનંદ તો કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ગંભીરતા જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Board exams : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

DEOએ વિદ્યાર્થીઓને આવકાર્યાઃ તો આ વખતે પાટણની બી. એમ. હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એ. એન. ચૌધરી સહિત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ નિર્ભય અને સુમેળભર્યા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષા કેન્દ્રોમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું.

15,418 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતીનું પેપર હતું. પાટણ જિલ્લામાં 2 ઝોનમાં પરીક્ષા યોજવામાં આવી હતી. અહીં 12 પરીક્ષા કેન્દ્રોના 36 બિલ્ડિંગમાં 402 બ્લોકમાં ગુજરાતી વિષયમાં 9,247 વિદ્યાર્થીઓ પૈકી 9,031 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 216 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અંગ્રેજી વિષયના પેપરમાં કુલ 299 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું
વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું

જ્યારે હારીજ ઝોનના 10 પરીક્ષા કેન્દ્રોના 28 બિલ્ડિંગમાં 283 બ્લોકમાં ગુજરાતી વિષયમાં 6,282 વિદ્યાર્થીઓ પૈકી 6075 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 207 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અંગ્રેજી વિષયના પેપરમાં હારીજ ઝોનમાં કુલ 13 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. આમ, પાટણ જિલ્લાના હારીજ અને પાટણ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ના પ્રથમ સેશનમાં કુલ 15,841 વિદ્યાર્થીઓ પૈકી 15,418 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 423 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી

શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ પરીક્ષાઃ દર વર્ષની જેમ આ વખતે પરીક્ષા કેન્દ્રો પર પણ ગેરરીતિ અટકાવવા જિલ્લા શિક્ષણ તંત્રએ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી શકે એટલે દરેક કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આમ, પાટણ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા શાંતિમય માહોલમાં યોજાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.