ETV Bharat / state

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરાયો

author img

By

Published : May 9, 2021, 10:09 PM IST

BAPS સ્વામિનારાયણ સંસ્થા
BAPS સ્વામિનારાયણ સંસ્થા

દેશ સહિત રાજ્યમાં ફેલાયેલી કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સંખ્યાબંધ લોકો તેની જપેટમાં આવતા ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. હાલ ઓક્સિજનના અભાવે અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે, ત્યારે આવી વિકટ ઘડીમાં આબુધાબી ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલને વિનામૂલ્યે આપવામાં આવતા માનવતાના આ કાર્યને બિરદાવવા ધારપુર હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

  • અબુધાબી ખાતેના સંતોની પ્રેરણાથી ગુજરાતમાં 440 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાયો
  • પ્રથમ ઓક્સિજન શિપમેન્ટ 44 મેટ્રિક ટન સાથે બે કાયોજૈનિક ટેન્કર્સ ગુજરાતમાં પહોંચાડાયા
  • પાટણની ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન લિક્વિડ પહોંચાડાયો

પાટણ : કોરોનાની બીજી લહેરે સમગ્ર ગુજરાતમાં અનેક લોકોને સંક્રમિત બનાવ્યા છે. જેના કારણે અનેક હોસ્પિટલ્સ દર્દીઓથી ભરાઈ ગઈ છે. સમગ્ર રાજ્યમા ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. જેના કારણે દર્દીના પરિવારજનો ઓક્સિજન મેળવવા દોડાદોડી કરતા જોવા મળે છે, ત્યારે કોરોનાની આ કપરા કાળમાં સમગ્ર ગુજરાતમાં સંકમિત બનેલા કોરોના દર્દીઓને સમયસર અને પૂરતી માત્રામાં ઓકસિજન સપ્લાય મળી રહે, તેવા ઉમદા પ્રયાસો BAPS હિન્દુ મંદિર અબુધાબી દ્વારા કરવામાં આવ્યો છે.

8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

અબુધાબી ખાતેનાં BAPS હિન્દુ મંદિરની પ્રેરણાથી દુબઇના હિન્દુ પરિવારજનોના સૌજન્યથી 440 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ગુજરાત માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે, ત્યારે તેની પ્રથમ ઓક્સિજન શિપમેન્ટ 44 મેટ્રિક ટન સાથે બે કાયોજૈનિક ટેન્કર્સ ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું છે. ગુજરાતમાં BAPS સ્વામી નારાયણ સંસ્થાઓ દ્વારા ગુજરાત સરકાર સાથેનાં સંયોજન દ્વારા નક્કી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિઝન નિઃશુલ્ક પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રવિવારે પાટણની ધારપુર કોવિડ હોસ્પિટલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિ વચ્ચે 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરવાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાયો હતો.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરાયો

આ પણ વાંચો - BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય

ધાર્મિક કાર્યની સાથે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ આપ્યું છે .

પાટણ જિલ્લા વિકાસ અધિકારી

ગુજરાતના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાની વિભાવના ખરેખર સરાહનીય

BAPS હિન્દુ મંદિર અબુધાબી અને હિન્દુ પરિવારના સૌજન્યથી ગુજરાતને મળેલા ઓક્સિજનને રવિવારે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવતા પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખે જણાવ્યું હતું કે, ધાર્મિક કાર્યોની આ સાથે સામાજિક સેવાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા BAPS સ્વામિનારાયણ સંસ્થાન તેમજ અબુધાબી ખાતે રહેતા હિન્દુ પરિવારની કોરોનાના કપરા સમયમાં સંક્રમિત બનેલા ગુજરાતના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાની વિભાવના ખરેખર સરાહનીય હોવાનું જણાવ્યું હતું. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પણ કોરોના સંક્રમિત દર્દીઓને સારવારમાં મહત્વરૂપ બનતા ઓક્સિજનની જરૂરિયાત સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ઓક્સિજન આપીને ધાર્મિકતાની સાથે માનવતાનુ પણ ઉત્તરદાયિત્વ નિભાવ્યુ છે.

આ પણ વાંચો - જૂનાગઢ ધોરાજી ધોરીમાર્ગ પરનું શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

BAPS સંસ્થાએ માનવતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કિરિટ પટેલ ( પાટણના ધારાસભ્ય )

કોરોના સંક્રમિત દર્દીઓના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપ્યા

ધારપુર મેડિકલ હોસ્પિટલ ડીન ડૉ. યોગેશાનંદ ગોસ્વામી તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ રામાવતે પણ ધારપુરમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આ ઓક્સિજનની સેવા ખરેખર નવજીવન આપનાર બની રહેશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ BAPS સ્વામિનારાયણ મંદિરના ઉત્તમપ્રિય સ્વામી અને નિત્યસેવા દાસ સ્વામીએ કોરોના સંક્રમિત દર્દીઓના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો - દુબઈના BAPS મંદિરે મોરબીને 8 ટન લિક્વિડ ઓક્સિજન મોકલ્યો

ધારપુરમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આ ઓક્સિજનની સેવા ખરેખર નવજીવન આપનાર બની રહેશે.

ડૉ. મનીષ રામાવત ( મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.