ETV Bharat / state

Patan Accident: રાધનપુર હાઇવે ઉપર વધુ એક અકસ્માત, બેના મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 4:08 PM IST

રાધનપુર મહેસાણા હાઇવે રોડ ઉપર ગત રોજ રાત્રે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે ઈસમો પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રાધનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Patan Accident: રાધનપુર હાઇવે ઉપર વધુ એક અકસ્માત,  બેના મોત
Patan Accident: રાધનપુર હાઇવે ઉપર વધુ એક અકસ્માત, બેના મોત

રાધનપુર હાઇવે ઉપર વધુ એક અકસ્માત, બેના મોત

પાટણ: અકસ્માત ઝોન બનેલા રાધનપુર હાઇવે પર અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવો અટકાવવા પોલીસની સ્પીડ વાન દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ સમી રાધનપુર હાઇવે રોડ ઉપર શિફ્ટ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. એ અકસ્માતની ઘટના હજી લોકોના માનસ પરથી ભુલાઈ નથી. ત્યાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે.

ટોળેટોળા એકત્ર: બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં મજૂર તરીકે કામ કરતા દાહોદ જિલ્લાના બે યુવકો ગતરોજ રાજકોટની સદભાવના ટ્રસ્ટ દ્વારા શંખેશ્વરમાં ચાલતી વૃક્ષારોપણની કામગીરી કરવા ગયા હતા. વૃક્ષારોપણનું કામ પૂર્ણ કરી ત્યાંથી બાઈક લઈને રાધનપુર જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓનું બાઈક રાધનપુર હાઈવે રોડ ઉપર આવેલ રાપરિયા હનુમાન મંદિરથી આગળ ખારવાના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે અગમ્ય કારણોસર બાઈક ટકરાતા બંને યુવકો રોડ ઉપર ફંગોળાઈ નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થવી થવા પામી હતી.અકસ્માતને પગલે હાઇવે ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

પ્રાથમિક સારવાર: ગંભીર ઇજાઓ થવાને કારણે બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય યુવકને સારવાર અર્થે 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર એક મૃતકનું પોસ્ટમોર્ટમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં જ્યારે બીજા યુવકનું પોસ્ટમોર્ટમ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું.અકસ્માતને પગલે રાધનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરોધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Gujarat ST Bus Accident: ગુજરાત ST બસનો અકસ્માત, બસ ક્રેન સાથે અથડાતા 1નું મોત, 6 ઈજાગ્રસ્ત
  2. Accident in Amreli : સાવરકુંડલાના બાઢડા રેલવે ફાટક નજીક ટ્રેન અકસ્માતમાં 24 ગાયના કમકમાટીભર્યા મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.