ETV Bharat / state

પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા

author img

By

Published : Feb 7, 2021, 12:07 PM IST

પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા
પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા

પાટણ નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં ચૂંટણી લડવા ઇચ્છુક અને ભાવિ કોર્પોરેટર બનવાના સ્વપ્ન જોતાં ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો એકઠા કરવા દોડધામ કરી રહ્યા છે. પાટણ નગરપાલિકામાં અત્યાર સુધી 187 જેટલા ઉમેદવારોએ લેણા પેટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલી રકમ જમા કરાવીને પોતાના ઘરે પાણીવાળું શૌચાલય ધરાવે છે, તેના પ્રમાણપત્રો મેળવ્યા છે.

  • પાટણમાં નગરપાલિકાની ચુંટણીને લઈ કાઉન્ટ ડાઉન થયું શરૂ
  • નગરપાલિકામાં પ્રમાણપત્ર મેળવવા ભાવિ ઉમેદવારોનો ધસારો વધ્યો
  • આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવી સ્થિતિનું નિર્માણ

પાટણ: આગામી 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો નો રાફડો ફાટે તેવી સ્થિતીનું હાલ નિર્માણ થયું છે. કેટલાક વોર્ડ બેઠકનાં ઉમેદવારોએ જનસંપર્ક અભિયાન પણ ચાલુ કરી દીધું છે. ત્યારે પાટણ નગરપાલિકામાં અત્યાર સુધી 187 જેટલા ઉમેદવારોએ લેણા પેટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલી રકમ જમા કરાવીને પોતાના ઘરે પાણીવાળું શૌચાલય ધરાવતા હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે.

પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા
ચૂંટણી લડવા ઈચ્છુક લોકો પાસેથી પાલિકાને 5 લાખની આવકભાવિ કોર્પોરેટર બનવાનાં સ્વપ્ન જોતા કેટલાક લોકોએ અપક્ષ અથવા નાના રાજકીય પક્ષોમાંથી ટિકીટ મેળવવા થનગની રહ્યા છે. અગાઉની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે. તે પહેલા જરૂરી પ્રમાણપત્રો અને ખાસ કરીને નગરપાલિકાનું બાકી લેણું તેમજ ઉમેદવાર પોતાના ઘરે પાણી ધરાવતું શૌચાલય ધરાવે છે, તે માટેનું પ્રમાણપત્ર મેળવવા ઉમેદવારોનો નગરપાલિકામાં ધસારો જોવા મળી રહ્યો હતો. અત્યાર સુધીમાં પાટણ નગરપાલિકામાંથી 187 જેટલા ઉમેદવારોએ પોતે ઘરે પાણી ધરાવતું શૌચાલય ધરાવે છે અને તેઓને નગરપાલિકાનું કોઈ લેણું બાકી નથી તે માટેનાં પ્રમાણપત્રો મેળવ્યા છે. જેના થકી નગરપાલિકાને રૂપિયા 5 લાખની આવક થઈ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.