ETV Bharat / state

અમરાવતીના માઇભકત આળોટતા જઇ રહ્યાં છે વૈષ્ણવદેવી

author img

By

Published : Nov 25, 2019, 10:57 PM IST

પંચમહાલ: મહારાષ્ટ્રના અમરાવતીના માઇભકત રોડ પર આળોટતા આળોટતા વૈષ્ણવદેવી જઇ રહ્યાં છે. પોતાના પુત્રને કરંટ લાગતા તેનો જીવજોખમમાં હતો, ત્યારે તેમને પોતે પુત્ર હેમખેમ સારો થઇ જાય તે માટે વૈષ્ણવ દેવી બાધા રાખી હતી. પુત્ર સલામત રીતે બચી જતા તેઓ પોતાની બાધા પુર્ણ કરવા નીકળ્યા છે.

અમરાવતીના માઇભકત આળોટતા આળોટતા જઇ રહ્યા છે વૈષ્ણવદેવી

મહારાષ્ટ્ર રાજયના અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારીકામ સાથે સંકળાયેલા છે. પોતાના પુત્ર દુર્ગેશને મહિનાઓ પહેલા ઘરમા કરંટ લાગ્યો હતો. તેનો જીવ જોખમમાં મૂકાયો હતો. જેથી ચિંતિત બનેલા દેવીદાસે તેનો પૂત્ર દુર્ગેશ સારો થાય તે માટે માનતા માની કે, પુત્ર દુર્ગેશ સાજો થઈ જશે તો હુ જમીનને આળોટતો આળોટતો પોતાના ઘર અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી જઇશ. જો કે, તેમની માનતાને ચમત્કાર ગણો કે, શ્રદ્ધા પોતાનો પુત્ર દુર્ગેશ થોડા સમયમાં સારો થઇ ગયો હતો. જેથી તેમને પોતાની માનતા પુર્ણ કરવા પોતાના ઘર અમરાવતીથી આટોળતા નીકળ્યા છે.

અમરાવતીના માઇભકત આળોટતા આળોટતા જઇ રહ્યા છે વૈષ્ણવદેવી

દેવીદાસે પોતાના પુત્ર દુર્ગેશ અને પુત્રી વૈષ્ણવીને પણ સાથે લીધી છે. સાથે એક સાઇકલ છે. જેના પર બેટરી વડે મ્યુઝિક સિસ્ટમ પર માતાજીના ગીતો વગાડતા જાય છે. રસ્તામાં કોઈ દેવીદાસની મદદ પણ કરે છે.તેને જમવાનુ પણ આપે છે. દેવીદાસ 2 નવેમ્બરના દિવસે અમરાવતીથી નીકળ્યા છે. તેઓ ગોધરા પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેમાર્ગ ઊપર આવી પહોંચ્યા હતા.અત્યાર સુધી 587 km જેટલુ અંતર કાપી નાખ્યુ છે. તેમની કુલ યાત્રા અમરાવતીથી વૈષ્ણેવ દેવીથી 1618 કિમી જેટલી થશે. આળોટતા ચાલતા હોવાથી તેમને પહોચતા હજૂ મહિનાઓ લાગી શકે છે તેમ દેવીદાસનૂ કહેવૂ છે. તેઓ પંચમહાલના પાવાગઢ ખાતે દર્શન કરી આવ્યા છે.અને આગળ તેઓ અંબાજી ખાતે માતાના દર્શન કરીને રાજસ્થાન, પંજાબ, સહિતના રાજ્યો પસાર કરીને જમ્મુના વૈષ્ણવ દેવી પહોચીને પોતાની માનતા પુર્ણ કરશે.






Intro:
મહારાષ્ટ્રના અમરાવતી ખાતેના એક માઇભકત રોડ પર આળોટતા આળોટતા વૈષ્ણવદેવી જઇ રહ્યા છે.પોતાના પુત્રને કરંટ લાગતા તેનો જીવજોખમમાં હતો ત્યારે તેમને પોતે પુત્ર હેમખેમ સારો થઇ જાય તે માટે વૈષ્ણવ દેવી બાધા રાખી હતી.અને પુત્ર સલામત રીતે બચી જતા તેઓ પોતાની બાધા પુર્ણ કરવા નીકળ્યા છે.અમરાવતીથી શરુ કરેલી આ યાત્રામા પોતાના પુત્ર અને પુત્રીનો પણ સમાવેશ થાય છે.તેમનૂ કહેવૂ છે કે હૂ અંબાજી દર્શન કરીને રાજસ્થાન પંજાબ થઇને વૈષ્ણવદેવી પહોચીશ અને અને આઠ મહિનાનો સમય લાગશે.

Body:મહારાષ્ટ્ર રાજયના અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારીકામ સાથે સંકળાયેલા છે. પોતાના પુત્ર દુર્ગેશને મહિનાઓ પહેલા ઘરમા કરંટ લાગ્યો હતો.અને તેનો જીવ જોખમમાં મૂકાયો હતો.દવાખાને લઇ જતા ત્યા જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો.આથી ચિંતીત બનેલા દેવીદાસ પોતે મા વૈષ્ણવ દેવીમાં અતુટ શ્રધ્ધા ધરાવતા હતા. આથી તેમને પૂત્ર દુર્ગેશ સારો થાય તે માટે માનતા માની કે પુત્ર દુર્ગેશ સાજો થઈ જશે તો હુ જમીનનો આળોટતો આળોટતો પોતાના ઘર અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી જઇશ.જોકે તેમની માનતાને ચમત્કાર ગણો કે શ્રધ્ધા પોતાનો પુત્ર દુર્ગેશ થોડા સમયમાં સારો થઇ ગયો હતો.આથી તેમને પોતાની માનતા પુર્ણ કરવા પોતાના ઘર અમરાવતીથી આટોળતા નીકળ્યા છે.સાથે પોતાના પુત્ર દુર્ગેશ અને પુત્રી વૈષ્ણવીને પણ સાથે લીધી છે.સાથે એક સાઇકલ છે.જેના પર બેટરી વડે મ્યુઝીક સિસ્ટમ પર માતાજીના ગીતો વગાડતા જાય છે.રસ્તામા કોઈ દેવીદાસની મદદ પણ કરેછે.તેને જમવાનૂ પણ આપેછે. દેવીદાસ ૨-૯-૨૦૧૯ના દિવસે અમરાવતીથી નીકળ્યા છે.અને તેઓ ગોધરા પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેમાર્ગ ઊપર આવી પહોચ્યા હતા.અત્યાર સુધી 587 કિમી જેટલૂ અંતર કાપી નાખ્યુ છે.તેમની કુલ યાત્રા અમરાવતીથી વૈષ્ણેવ દેવીથી 1618 કિમી જેટલી થશે.આળોટતા ચાલતા હોવાથી તેમને પહોચતા હજુ મહિનાઓ લાગી શકે છે તેમ દેવીદાસનૂ કહેવૂ છે.તેઓ પંચમહાલના પાવાગઢ ખાતે દર્શન કરી આવ્યા છે.અને આગળ તેઓ અંબાજી ખાતે માતાના દર્શન કરીને રાજસ્થાન,પંજાબ,સહિતના રાજ્યો પસાર કરીને જમ્મુનાવૈષ્ણવ દેવી પહોચીને પોતાની માનતા પુર્ણ કરશે.

બાઇટ-: દેવીદાસ- ( માઇભકત)




Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.