ETV Bharat / state

પંચમહાલ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

author img

By

Published : Oct 25, 2020, 7:08 PM IST

panchmhal
panchmhal

આસો સુદ દશમને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે અસત્ય પર જીત મેળવી હતી. જેથી આ દિવસને વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વિજયા દશમીના દિવસે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રો તથા વાહનોનું પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

  • પંચમહાલ પોલીસે શસ્ત્ર પૂજન કર્યું
  • આજના દિવસે છે શસ્ત્ર પૂજનનો ખાસ મહિમા
  • ડોગ સ્કવોડની પણ પૂજા કરાઇ

પંચમહાલઃ જિલ્લાના ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે પંચમહાલ નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ દેસાઈ અને હેડ કવાર્ટર નાયબ પોલીસ અધિક્ષક એચ.એન કણસાગરાની ઉપસ્થિતિમાં શસ્ત્રો પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ પંચમહાલ પોલીસના ઘોડા તેમજ ડોગ સ્કવોડના કૂતરાની પણ પૂજા કરવામાં આવી હતી, અને પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની બંદૂકો તથા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની પણ ફૂલ હાર ચઢાવી પૂજા કરવામાં આવી હતી.

 શસ્ત્રોનું પૂજન
શસ્ત્રોનું પૂજન

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગના SOG, આર.આર. સેલ, LCB તથા વિવિધ શાખાઓના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.