ETV Bharat / state

જાણો એક સરકારી મહિલા અધિકારીએ શા માટે અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો?

author img

By

Published : Mar 8, 2020, 3:22 PM IST

Updated : Mar 8, 2020, 3:32 PM IST

panchamahal
પંચમહાલ

સામાન્ય માણસ પોતાના જીવનમાં ઈચ્છતો હોય છે કે, તેઓને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય તેથી પોતાનું જીવન સારી રીતે જીવી શકે. આજે સમાજમાં એવી પણ વ્યક્તિઓ છે કે, જે પોતાના ભૌતિક સુખોને તિલાંજલિ આપીને સમાજસેવા કરી અઘ્યાત્મનો માર્ગ પસંદ કરતા હોય છે. આપણે એક એવા મહિલાની વાત કરવાના છે કે, જેઓ સરકારી વિભાગમાં વર્ગ-1ના અધિકારી તરીકેની ફરજ બજાવતા ઉંચો હોદ્દો અને સારા પગારની નોકરી છોડીને અધ્યાત્મના માર્ગે પસંદ કર્યો છે. આવો આપણે વિશ્વ મહીલા દિને આ મહિલાને મળીએ.

પંચમહાલ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના રાબડા ગામમાં જન્મેલા રતનબેન એચ.પટેલ અભ્યાસમાં જ નાનપણથી ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતા.તેઓ હિન્દી વિષય પર સ્નાતક થયા ત્યારબાદ તેમને એમ.એસ.ડબલ્યુ નો કોષ અમદાવાદ ખાતે આવેલી ગુજરાત વિદ્યાપીઠ ખાતે કર્યો. 1973માં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તેમને પોતાની કારકિર્દીની શરૂઆત સમાજ કલ્યાણ અધિકારી તરીકે કરી.

જાણો એક સરકારી મહિલા અધિકારીએ શા માટે અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો?

1974થી 1977 માં સેલવાસ ખાતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી. ત્યારબાદ ભરૂચ, પંચમહાલ,સાબરકાંઠામાં વર્ગ-1 ના અધિકારીઓ તરીકે પણ સેવા આપી. તેમની સેવાઓની સારી કામગીરીને લઇને તેમને ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે 1992માં નિમણૂક આપવામાં આવી. ત્યારબાદ તેમને સ્વૈચ્છિક નિવૃતિ લીધી. 38 વર્ષની નોકરી બાદ રતનબેન પટેલે 2003થી સમર્પણ જીવનની શરૂઆત કરી.

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સંચાલિકા તરીકે જોડાઈને તેમને એક આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી. લોકોને વ્યસનથી દૂર કરવા, ક્રોધથી મુક્ત કરવા અને સાચા સુખની વ્યાખ્યા સમજાવે છે. ખાસ કરીને શાળામાં જઇને વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને તે અંગે શિબિરો અને સેમિનારનું આયોજન કરે છે.

ETV BHARAT ને રતનબેન પટેલ જણાવે છે કે, બ્રહ્માકુમારી સંસ્થા એક પરમાત્મા એ બનાવી છે. તે માનવમૂલ્યો, ચરિત્ર ઉત્થાન અને ગુણોનું જ્ઞાન આપવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. વિશ્વ મહિલા દિન નિમિત્તે તેઓ કહે છે કે, મહિલાઓએ પોતે જીવનના મૂલ્યો સંસ્કારનું સિંચન કરે અને બાળકોનો ઉછેર કરી તેને સાચા નાગરીક બનાવવા જોઈએ.

Last Updated :Mar 8, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.