ETV Bharat / state

પંચમહાલના શહેરામાં હીટ એન્ડ રન, ચાર ઈજાગ્રસ્ત

author img

By

Published : Oct 20, 2019, 8:51 AM IST

પંચમહાલઃ જિલ્લાના શહેરાનગરની સિંધી ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. એક ઇન્ડીગો કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારતા ફ્રૂટ વેચનાર અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતાં. હાલ, કારચાલક ફરાર છે. પરંતુ, કારમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓને સ્થાનિકોએ પકડી પાડ્યા હતાં. ઈજાગ્રસ્તોને 108 મારફતે શહેરા રેફરલ અને ત્યાંથી ગોધરા સિવીલ ખાતે ખસેડાયા હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી, ત્યારબાદ ઇન્ડીગોકારમાં સવાર ત્રણ વ્યક્તિને શહેરા પોલીસ સ્ટેશન લવાયા હતાં.

પંચમહાલના શહેરામાં હીટ એન્ડ રન, ચાર ઈજાગ્રસ્ત

શહેરાનગરના અણીયાદ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ગોધરા તરફથી આવતી એક ઇન્ડીગો કારચાલક બેફામ રીતે કાર હંકારતો હતો. કાર પર કાબૂ ગુમાવતાં સિંધી ચોકડી પાસે ઉભી રહેલી એક ફ્રૂટની લારી અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતાં. ઈજાગ્રસ્ત ચાર લોકોને શહેરા રેફરલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગોધરા સિવીલ હૉસ્પીટલ ખાતે ખસેડયા હતાં.

પંચમહાલના શહેરામાં હીટ એન્ડ રન, ચાર ઈજાગ્રસ્ત

કાર પૂરજોશમાં એક વીજ થાંભલા સાથે અથડાતા વીજથાંભલો તુટી જતાં નમી પડ્યો હતો. તે દરમિયાન કારચાલકે ભીડનો ફાયદો ઉઠાવી ફરાર થઇ ગયો હતો. પરંતુ, કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને સ્થાનિકોએ પકડી પાડ્યા હતાં, ત્યારબાદ શહેરા પોલીસને જાણ કરાતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી પકડાયેલાં ત્રણ વ્યક્તિઓ સહિત ફરાર આરોપી જુનાખેડા ગામના છે. જે પૈકી એક કોઠા ગામનો મૂળ રહેવાસી અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. આ આર્મી જવાન રજા પર આવ્યો હોવાથી તેને ઘરે લેવા ગોધરા રેલ્વે સ્ટેશને ગયા હતાં. તેઓ રેલવે સ્ટેશનથી પરત ફરતી વખતે કોઠા ગામ તરફ જતાં હતાં, ત્યારે આ ઘટના બની હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.

Intro:પંચમહાલ


પંચમહાલ જીલ્લાના શહેરાનગરની સિંધી ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે.એક ઇન્ડીગો કાર ચાલકે ગફલતભરી રીતે હંકારતા ફ્રૂટ વેચનાર અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા.જોકે કારનો ચાલક ત્યાથી ફરાર થયો હતો.જેમા કારમા બેઠેલા અન્ય ત્રણ ઇસમોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. અને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી હતી.તેમજ ઘાયલોને 108 મારફતે શહેરા રેફરલ અને ત્યાથી ગોધરા સિવીલ ખાતે ખસેડાયા હતા.હાલ ઇન્ડીગોકારમા સવાર ત્રણ ઇસમોને શહેરા પોલીસ સ્ટેશન લાવામા આવ્યા છે.


Body:પંચમહાલ જીલ્લાના શહેરાનગરના અણીયાદ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી.જેમા ગોધરા તરફથી આવતી એક ઇન્ડીગો કારના ચાલકે ગફલતભરી રીતે હંકારતા સિંધી ચોકડી પાસે ઉભી રહેલી એક ફ્રૂટની લારી અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધી હતા.જેમા એક બાઈકનો ખૂરદો બોલી ગયો.કાર સીધી જઇને એક વીજથાબલા સાથે અથડાતા વીજથાંબલો તુટી જતા નમી પડ્યો હતો.કારનો પણ ખૂરદો બોલી ગયો હતો.અને વિસ્તારમા લાઇટો પણ ડૂલ થઇ ગઇ હતી.જોકે કારનો ચાલકભીડનો ફાયદો લઇને ફરાર થઇ ગયો હતો.અંદર બેઠેલા ત્રણ ઇસમોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા.ત્યારબાદ શહેરા પોલીસને જાણ કરવામા આવતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.અને ત્રણેય ઇસમોને પકડીને શહેરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.ઘાયલ થયેલા ઇસમોને શહેરા રેફરલમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ ગોધરા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમીક માહિતી અનૂસાર ત્રણ ઇસમો શહેરા તાલૂકાના કોઠા ગામના અન્ય એક ઇસમ જે કાચ ચલાવી રહ્યો હતો અને ફરાર થયો છે.તે જુનાખેડા ગામનો હોવાની માહિતી મળી રહી છે.જે પૈકી એક ઇસમ કોઠા ગામનો મૂળ રહેવાસી અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હોવાની માહીતી મળી રહીછે.આ આર્મી જવાનને રજા ઉપર ઘરે આવાનો હોવાથી તેને લેવા ગોધરા રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે આવી પહોચતા રેલ્વે સ્ટેશનથી લઇને પાછા કોઠા ગામ તરફ જતી વખતે આ ઘટના બની હોવાની માહીતી મળી હતી.હાલ આ મામલે પોલીસ કાર્યવાહી થઈ રહી હોવાનૂ જાણવા મળેલ છે.

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.