Godhra Railway Policeએ 1 કરોડથી વધુનો મુદ્દામાલ લઈ જતા હરિયાણાના શખ્સની કરી ધરપકડ

author img

By

Published : Jun 30, 2021, 1:56 PM IST

Godhra Railway Policeએ 1 કરોડથી વધુનો મુદ્દામાલ લઈ જતા હરિયાણાના શખ્સની કરી ધરપકડ

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરના રેલવે સ્ટેશન (Godhra Railway Police)માંથી રેલવે પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પાસેથી પોલીસે 77,79,900 રૂપિયાની રોડક અને 34,40,950 રૂપિયાના સોના-ચાંદીના દાગીના ઝડપી પાડ્યા હતા. હરિયાણાનો આ શખ્સ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન (Western Express train)માં પ્રવાસ કરી રહ્યો હતો.

  • ગોધરા શહેરના રેલવે સ્ટેશન (Godhra Railway Police) પર એક શખ્સની ધરપકડ
  • પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન (Western Express train)માં જઈ રહેલા હરિયાણાના શખ્સની ધરપકડ
  • પોલીસે આરોપી પાસેથી 77 લાખની રોકડ રકમ અને 34 લાખના દાગીના કર્યા કબજે

પંચમહાલઃ ગોધરા શહેરના રેલવે સ્ટેશન (Godhra Railway Police)માં પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન (Western Express train)માંથી હરિયાણાના એક શખ્સની રેલવે પોલીસે (Railway Police) ધરપકડ કરી હતી. પોલીસે હરિયાણા રાજ્યના આ શખ્સ પાસેથી 77,79,900 રૂપિયાની રોકડ તેમ જ 34,40,850 રૂપિયાના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા હતા. આમ, રેલવે પોલીસે હરિયાણાના શખ્સ પાસેથી 1,12,20,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આથી ગોધરા રેલવે પોલીસે (Godhra Railway Police) તે શખ્સની અટક કરી હતી. આ સાથે જ આ રોકડ અને સોના ચાંદીના દાગીના કોના છે. ક્યાં લઈ જતો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાલ ચાલુ હોવાની રેલવે પોલીસ (Railway Police) જણાવી રહી છે.

આ પણ વાંચો- કુખ્યાત બુટલેગર બંસી મારવાડી આખરે પોલીસના સંકજામાં

ગોધરા રેલવે પોલીસ (Godhra Railway Police)ના સ્ટાફે કરી સમગ્ર કાર્યવાહી

આ અંગે મળતી માહિતી અનુસાર, ગોધરા રેલવે પોલીસે (Godhra Railway Police) સોમવારે રોજ રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન (Western Express train)માંથી હરિયાણા રાજ્યના પીયૂષ વિષ્ણુભાઈ ગર્ગની બે ટ્રાવેલિંગ બેગ સાથે ધરપકડ કરી હતી. ગોધરા રેલવે પોલીસના PSI ઓ.આઈ. સિદી તેમ જ અન્ય પોલીસ સ્ટાફે બંને બેગની તપાસ કરી હતી.

આ પણ વાંચો- બીજાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંકલોન પર બાઇક લઈ વેચી દેવાનું કૌભાંડ કરનાર 3 શખ્સને પોલીસે ઝડપ્યા, 16 બાઇક કરી કબ્જે

પોલીસે આરોપી પાસેથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે બંને બેગની તપાસ કરતા એક બેગમાંથી 77,79,900 રૂપિયા રોકડ (ભારતીય ચલણી નોટો) મળી આવ્યા હતા. જ્યારે બીજી બેગમાં તપાસ કરતા કપડાંની નીચેથી 33,40,850 રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 1,12,20,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આટલી મોટી રકમ જોઈ એક તબક્કે ગોધરા રેલવે પોલીસ (Godhra Railway Police) પણ અચંબામાં પડી ગઈ હતી ત્યારે રેલવે પોલીસ દ્વારા પીયૂષ ગર્ગની પૂછપરછ કરતા આ રોકડ અને દાગીના કોને આપવાના હતા અને કોની પાસેથી લાવ્યો વગેરે તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.