ETV Bharat / state

Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી

author img

By

Published : Jan 16, 2023, 10:15 PM IST

Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી
Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી

નવસારીના જલાલપોરમાં જ્વેલર્સને એક ગઠીયાએ ટેકનોલોજીની (jewellers fraud In Navsari) મદદથી ભેળવીને સોનાની ચેન લઈને પલાયન થતાં પોલીસે ફરિયાદ નોંધાઇ હતી. ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ બોલાવતા આરોપીની ધરપકડ (Navsari Crime News) કરવામાં આવી હતી. ધરપકડ થતાં અન્ય કેટલાય શહેરમાં આચરેલા ગુનાઓનો નીકળ્યા હતાં. (Jalalpore digital transactions jewellers fraud)

ડિજિટલ ટ્રાન્જેક્શનથી છેતરપિંડી કરતો શિક્ષિત ઠગ ઝડપાયો

નવસારી : આજકાલ ડિજિટલ ટ્રાન્જેક્શનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. જેના ફાયદા અને ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ ટ્રાન્જેક્શન થકી ઠગી કરતા કિસ્સાઓ હાલ કુદકેને બુસકે વધી રહ્યા છે, કારણ કે ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે અને પેમેન્ટ કરવામાં પણ સરળતા રહે છે, પરંતુ કોઈક વાર ડિજિટલ ટ્રાન્જેક્શનમાં થાક ખાવાનો વારો પણ આવતો હોય છે અને લાખોનું નુકસાન સહન કરવું પડે છે આ જ પ્રકારનો એક કિસ્સો નવસારીના જલાલપુરમાં ભવાની જ્વેલર્સ દુકાનમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો 7 વર્ષથી ATMમા વૃદ્ધોને શિકાર બનાવી મુંબઈમાં બાર ડાન્સરોને નચાવતો ઠગ

શું હતો સમગ્ર બનાવ નવસારીના જલાલપુરમાં ભવાની જ્વેલર્સ દુકાન ધરાવતા જીતેન્દ્રકુમાર કોરાટને ગત તારીખ 24મી ઓક્ટોબરના રોજ સાંજના આશરે 6:30 વાગ્યે મોબાઈલ પર મનીષ પટેલ નામના ગઠિયો ફોન પર જણાવે છે કે, હું નવસારીના એરૂ ચાર રસ્તા પાસે આવેલા અવધ બંગલોમાં રહું છું. મારે તાત્કાલિક સોના મઢેલ રુદ્રાક્ષની માળા જોઈએ છે. જેથી વેપારીએ તે ન હોવાની વાત કરતા ગઠિયો સોનાની ચેન પણ ચાલશે તેવું કહ્યું હતું. જેથી વેપારીએ વોટ્સએપ પર ચેનનું સેમ્પલ મોકલ્યું હતું. મનીષને આ સેમ્પલ ગમી જતા તેણે હું બારડોલીથી આવું છું ચેન તૈયાર રાખો તેવી વાત થઈ હતી.

આ પણ વાંચો સોમનાથ મંદિર ટ્રસ્ટની ફેક વેબસાઈટ બનાવી યાત્રિકોને લાખોનો ચૂનો ચોપડ્યો, દિલ્હીથી ઠગ પકડાયા

વેપારીનો ભરોસો મેળવા ચેઈન લઈને ફરાર સાંજે વેપારીના ઘરે આવીને ગઠિયાએ 1,20,000ની સોનાના ચેનની ડીલેવરી લઈ લેતા પહેલા પોતાના મોબાઈલ ફોનમાંથી NEFT દ્વારા પૈસા સેન્ડ થઈ ગયા હોવાનો મેસેજ બતાવી વેપારીનો ભરોસો મેળવતા વેપારીએ ચેન આપી દીધી હતી. અડધો કલાક વિતવા છતાં પણ જ્વેલર્સ વેપારીના ખાતામાં પૈસા ન આવતા ફોન કરતા મનીષ પટેલે બીજા એકાઉન્ટમાંથી પૈસા નાખવાની વાત કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. થોડા સમયમાં જ્વેલર્સને પોતે ઠગાયા હોવાની અહેસાસ થતાં જલાલપોર પોલીસ મથકે ફરિયાદ કરતા જલાલપુર પોલીસે સુરત રહેતા ભેજાબાઝ મનીષ પટેલની ધરપકડ કરી લીધી હતી. તેની ધરપકડ થતાં આવા જ પ્રકારના અમદાવાદ, અમરેલી અને સુરતમાં આચરેલા ગુનાઓનો પણ નિકાલ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.