અંચેલીથી સુરત અપડાઉન કરતા લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેકટરને આપ્યું આવેદન

author img

By

Published : Sep 19, 2022, 6:02 PM IST

અંચેલીથી સુરત અપડાઉન કરતા લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેકટરને આપ્યું આવેદન

નવસારીના અંચેલી ગામ સહિતના સુરત નોકરી ધંધા (People Up down in railway from Acheli to Surat) અર્થે જતા 17થી વધુ ગામના 2000 લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેક્ટરને આવેદન (submit Application letter to Collector) આપ્યું હતું. કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ માંડ શરૂ તો થઈ છે પણ વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસની મોંઘા પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો હતો.

નવસારી સુરત નોકરી ધંધા અર્થે અપડાઉન (People Up down in railway from Acheli to Surat) કરતા નવસારીના અંચેલી ગામ (Ancheli village of Navsari) સહિતના 17થી વધુ ગામના 2000 લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેક્ટરને આવેદન (submit Application letter to Collector) આપ્યું હતું. ઉદ્યોગ જગતના હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી અધિકારી વર્ગ રોજગારી મેળવવા માટે આવતા હોય છે. આ સાથે તેઓ ટ્રેન મારફતે અપ ડાઉન કરી રોજીરોટી કમાતા હોય છે.

અપડાઉન કરતા નવસારીના અંચેલિ ગામ સહિતના 17 થી વધુ ગામના 2000 લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેકટરને આવેદન આપ્યું

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ માંડ શરૂ તો થઈ છે પણ નવસારી રેલવે સ્ટેશનને (Navsari Railway Station) બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડે છે. વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસના મોંઘા પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો હતો. વલસાડથી સુરતની વચ્ચે એવા અનેક ગ્રામ્ય વિસ્તારના રેલ્વે સ્ટેશન(Railway station between Valsad to Surat) છે. ત્યારથી લોકો 150થી 200 રૂપિયાના માસિક પાસના નજીવા દરે છેલ્લા લાંબા વખતથી અપડાઉન કરી રહ્યા છે.

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું કોરોનાને કારણે રેલવે વિભાગે સુરત વિરાટ શટલ સહિતની અન્ય લોકલ ટ્રેન બંધ કરી હતી તે હવે શરૂ તો થઈ છે, પરંતુ નાના રેલવે સ્ટેશન પર તેને સ્ટોપેજ ન મળતા (Stoppages at small railway stations) અંચેલી સહિતના 17થી વધુ ગામના 2000 લોકો માથાદીઠ 4,000 થી વધુ ભારણ સાથે અપડાઉન કરવા મજબૂર બન્યા છે. આ સમગ્ર હાલાકીને લઈને ગ્રામ્ય વિસ્તારના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રેલવે વિભાગ સાથે સંપર્ક કરી સમસ્યા દૂર કરવા માટે માંગ કરી છે.

Z RUCC અને DRUCC મેમ્બરોની રજૂઆત લોકલ ટ્રેનનો નવસારી (Navsari Local Train) ઊભી રહે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્ટેશન સુધી પહોંચવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે. રેલવે સલાહકાર સમિતિ સહિત Z RUCC અને DRUCC મેમ્બરોની રજૂઆત પણ રેલવે અધિકારીઓ ન સાંભળતા હોય તેમ લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ મળ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.