ETV Bharat / state

Navsari Crime : ચીખલીમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ, બોગસ પાવર ઓફ એટર્ની બતાવી લેન્ડ ગ્રેબિંગ કરતાં બે ઝડપાયાં સાત ફરાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 6:56 PM IST

Navsari Crime  : ચીખલીમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ, બોગસ પાવર ઓફ એટર્ની બતાવી લેન્ડ ગ્રેબિંગ કરતાં બે ઝડપાયાં સાત ફરાર
Navsari Crime : ચીખલીમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ, બોગસ પાવર ઓફ એટર્ની બતાવી લેન્ડ ગ્રેબિંગ કરતાં બે ઝડપાયાં સાત ફરાર

નવસારીના જમીન માફિયા ધુતારાઓ જમીનોમાં છેતરપિંડી કરી જમીનો ઉસેટી ઉતાવળે વધુ કમાઈ લેવાની મહેચ્છાઓ રાખતા હોય છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામમાં કે જ્યાં લંડનથી બોગસ પાવર ઓફ એટર્ની મંગાવી જમીન પચાવી પાડવાની પેરવી કરી રહેલા 9 ઈસમો પોલીસના સકંજામાં આવી ગયા છે.

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

નવસારી : નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચીખલીમાં નવ ઈસમોએ મેળાપીપણામાં જમીન હડપ કરતાં ફરિયાદ નોંધાવાઇ છે. 58 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ઈસમ અબ્રામ માયાતની જમીનનો બનાવટી પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજ બનાવ્યો હતો જેમાં મૃતકનું હાલનું સરનામું ઇંગ્લેન્ડ બતાવી બોગસ પાવર એટર્ની બનાવી દેવાયું હતું. સમગ્ર મામલાની જાણ મૃતકના ભાણીયા જુબેર ગુલામ માયાત ધ્યાને આવતા તેઓ દ્વારા ચીખલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

ચીખલી તાલુકાના ખૂંધ ગામે આવેલી જમીન પચાવવા માટે નવ આરોપીઓએ એકસંપ થઈને સુવ્યવસ્થિત કાવતરું રચીને મૂળ માલિક હયાત ન હોવા છતાં તેનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી એને આધારે વેચાણ દસ્તાવેજ બનાવી તમામ સરકારી રેકર્ડ પર પોતાના નામ ચડાવી જમીન કૌભાંડ આચર્યું હતું. સમગ્ર જમીન કૌભાંડ જાણ થતાં જુબેર ગુલામ માયાતની ફરિયાદને આધારે નવ આરોપીઓ બતાવવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા બે ઈસમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી છે અને સાત આરોપીઓ પકડની બહાર છે...એસ. કે. રાય (ડીવાયએસપી)

છેતરપિંડીથી જમીનોના મોટા મોટા સોદાઓ : સમગ્ર ગુજરાતમાં વિકાસની ગતિ એની ચરમશીમાએ છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સૌથી વધુ વળતર આપતા વ્યવસાયો બન્યા છે. ત્યારે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી જમીનોના મોટા મોટા સોદાઓ થઈ રહ્યા છે. જેમાં જમીનોમાં લે-વેચ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી કે ખોટી પાવર ઓફ એટર્ની ઉભી કરી શોર્ટકટમાં પૈસા કમાવા માટે ધુતારાઓ છેતરપિંડીઓ કરી મૂળ જમીન માલિકની જાણ બાદ જમીન વેચાણ કરી દેતા હોય છે. આ વાતની જ્યારે મૂળ માલિકને ખબર પડે છે ત્યારે ઘણો સમય નીકળી ગયો હોય છે અને મૂળ માલિકે રાતા પાણીએ રોવાનો વારો આવતો હોય છે. ત્યારે આવો જ કિસ્સો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી સામે આવી રહ્યો છે.

શું હતો મામલો : 1964ની સાલમાં મૃત્યુ પામેલા અબ્રામ ઉર્ફ અબ્રામજી માયતના નામે ચીખલીના ખૂંધ ગામે રેસા નંબર 286 એક પૈકી બ્લોક સર્વે નંબર 446 વાળી જમીન આવેલી છે. જેનું ક્ષેત્રફળ 15 વીઘા છે. આ જમીન પચાવી પાડવાના બદઇરાદે તથા જમીન માલિકના સીધી લીટી અને આડી લીટીના વારસદારોની જાણ બહાર કુલ 9 આરોપીઓ દ્વારા મૃતકનું હાલનું UK ENGLEND નું સરનામું બતાવી ખોટો પાવર ઓફ એટર્ની દસ્તાવેજ બનાવવામાં આવ્યો. તેના આધારે વેચાણ દસ્તાવેજ બનાવી આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાથી મૃતકના ભાણીયા જુબેર ગુલામ માયાત દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

કોણ છે આરોપીઓ : ખોટા દસ્તાવેજ દ્વારા જમીન કૌભાંડ આચરનારા આરોપીઓમાં મો.સુફિયાન નઝીર જીવા, સાકીબ ગુલામ મો. કાનમી, ઉપરાંત ફરાર આરોપી અલ્તાફ કનમી રહેવાસી લંડન, મોહમ્મદ અનવર કાનમી , સિરાજ કાનમી, મહમદ અશરફ કાનમી, હસન ઇસાદ, મહમદ અનસ શેખ અને મહમદ ઝૈદ શેખનો સમાવેશ થાય છે.

  1. Ahmedabad Crime : ખોટા દસ્તાવેજ અને ગેરેન્ટર ઉભા કરી કરોડની લોન મેળવનાર ટોળકીની થઈ ધરપકડ, બેન્ક મેનેજર પણ સામેલ
  2. ખોટા દસ્તાવેજ પર USA મોકલવાનું નેટવર્ક ઝડપાયું, 79 પાસપોર્ટ-વિઝા ડૉક્યુમેન્ટ જપ્ત
  3. વધુ એક સરકારી કૌભાંડ: ખોટા દસ્તાવેજથી કરોડોની જમીન સરકારને વેચી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.