ETV Bharat / state

Morari Bapu: કોરોના વધતા સંતોની ચિંતા વધી, મોરારી બાપુએ સાવચેતી રાખવા લોકોને કરી અપીલ

author img

By

Published : Mar 31, 2023, 4:38 PM IST

નવસારીમાં માનસ રામકથાના વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કોરોનાના વધતા જતા કેસને લઈને પણ એક અપીલ કરી છે. કોરોના વધતા કેસોને લઈને લોકોના ઉંમગમાં સામાન્ય દુ:ખનું વાદળ બની રહ્યું છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી લોકોને ઉંમગ સાથે કોરોનાને લઈને ડરવાની નહીં પરતું સાવધાની રાખવાની અપીલ કરી હતી.

મોરારી બાપુએ સાવચેતી રાખવા લોકોને કરી અપીલ

નવસારી: મોરારી બાપુની નવસારીમાં કથા ચાલી રહી છે. જે દરમિયાન બાપુએ લોકોને અપિલ કરી છે કે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેના કારણે બાપુએ વ્યાસપીઠ પરથી લોકોને સાવચેતી રાખવા માટે કહ્યું હતું. કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. પરંતુ એડવાન્સમાં તમને કહેતો જાઉં છું કે કોરોના સામે સાવચેતી રાખજો અને માસ્ક પહેરજો.

પ્રારંભ કરવામાં આવ્યો:નવસારી ખાતે પ્રેમચંદ લાલવાણી પરિવારના નિમિત થી કોઈપણ લાભાર્થ વિના 22મી માર્ચથી માનસ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમવાર પૂજ્ય બાપુએ પોતાના નિયમ પ્રમાણે શનિવારે કથાનો પ્રારંભ કરાવવા ને બદલે બુધવારથી તેઓના દ્વારા કથા શરૂ કરવામાં આવી હતી. જેમાં નવસારી શહેરના જાણીતા રાજકારણી અને સેવાભાવી પ્રેમચંદ લાલવાણી ના માતા કૌશલ્યા પ્રભુમર લાલવાણી ના સ્મરણાર્થે આ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.

કથાનું રસપાન: જેમાં 15000 જેટલા શ્રોતાઓ બેસી શકે તેવા કેપીસીટી વાળા આધુનિક ડોમ બનાવવામાં આવ્યા છે. 1,000 થી વધુ સ્વયંસેવકો આ કથામાં પોતાની સેવા કરી રહ્યા છે. જ્યારે આ રામકથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આ કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે. રામકથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવસારીમાં આયોજિત કથાનો આંક 914 મો છે. ત્યારે બાપુએ આજે કથાના વ્યાસપીઠ પરથી બાપુએ રાજ્યમાં વધતા જતા કોરોના કેશની સામે ઘણી ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો Navsari News : છ વર્ષના ગાળા બાદ ધારાસભ્ય સહિતના લોકોને માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો કોર્ટે

માસ્ક પેહરવાની અપીલ:વ્યાસપીઠ પરથી તમામને લોકો ને સંદેશો આપતા જણાવ્યું હતું કે કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. તેથી હું એડવાન્સમાં કહેતો જાઉં છું કે કોરોના સામે સાવચેતી રાખજો અને માસ્ક પેહરવાની અપીલ કરી હતી. તો બીજી તરફ રાજ્યમાં ધીમા પગે વધતા જતા કોરોના કેસ સામે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એક્ટિવ બન્યું છે. જિલ્લામાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો હાલ જિલ્લામાં એક્ટિવ કે 7 છે. દરરોજ 500 જેટલા દર્દીઓના RT PCR ટેસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ એ શહેરીજનોને શરદી ખાંસી ના લક્ષણો સામે ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી છે. તેથી આરોગ્ય વિભાગ એ RT PCR ટેસ ની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

આ પણ વાંચો Navsari Ramakatha: નવસારીમાં યોજાયેલી રામકથામાં કિન્નર સમાજ ગરબે ઝૂમ્યો

કોરોના કેસ ભારતમાં: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 3,016 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,12,692 થઈ ગઈ છે. આ છેલ્લા છ મહિનામાં નોંધાયેલા દૈનિક કેસોની મહત્તમ સંખ્યા છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે. આ પહેલા ગયા વર્ષે 2 ઓક્ટોબરે રોજના 3,375 કેસ નોંધાયા હતા. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં ત્રણ, દિલ્હીમાં બે અને હિમાચલ પ્રદેશમાં એક દર્દીના ચેપથી મૃત્યુ થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,862 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.