ETV Bharat / state

ચાર બેઠક પર 48 દાવેદારો : ભાજપનું વિધાનસભાના મુરતિયાઓ માટે મહામંથન

author img

By

Published : Oct 29, 2022, 10:23 AM IST

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા સક્ષમ મુરતિયાને શોધવાની મથામણ (Sense process in Navsari) શરૂ કરી હતી. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા (Navsari Candidate list) બેઠકો પર કુલ 48 દાવેદારોએ ચૂંટણી જંગમાં ઉતારવાની સક્ષમતા પોતાના સમર્થકો સાથે પ્રદેશ નિરીક્ષકો સામે દર્શાવી હતી. (Gujarat assembly elections)

ચાર બેઠક પર 48 દાવેદારો : ભાજપનું વિધાનસભાના મુરતિયાઓ માટે મહામંથન
ચાર બેઠક પર 48 દાવેદારો : ભાજપનું વિધાનસભાના મુરતિયાઓ માટે મહામંથન

નવસારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો (Navsari Assembly Elections) જંગ ખેલાશે. ત્યારે રાજકીય પક્ષો પોતાનો ઉમેદવાર મજબૂત હોય અને ચૂંટણી મેદાન ફતેહ કરી શકે એવા મુરતિયા શોધી રહી છે. જેમાં વર્ષોથી સત્તામાં રહેલી ભાજપે પણ ગુરુ (Sense process in Navsari) અને શુક્ર બે દિવસ સક્ષમ ઉમેદવાર શોધવા પ્રદેશ સ્તરના નિરીક્ષકો મોકલી ચૂંટણી લડવા થનગની રહેલા ટિકીટવાંચ્છુઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. (Contending the seat of Navsari)

ચાર બેઠક પર 48 દાવેદારો : ભાજપનું વિધાનસભાના મુરતિયાઓ માટે મહામંથન

ચાર બેઠક પર 48 દાવેદારો નવસારી જિલ્લામાં પ્રદેશમાંથી આવેલા રાજ્ય પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ સહિત રાજેશ પાઠક અને ડૉ. દર્શના દેશમુખની ટીમે બે દિવસો દરમિયાન ચુંટણી જંગ ખેલવા ઇચ્છુક કુલ 48 ઉમેદવારોને સાંભળ્યા હતા. જેમાં નવસારી વિધાનસભામાં 16, જલાલપોર વિધાનસભામાં 4, ગણદેવી વિધાનસભામાં 10 અને વાંસદા વિધાનસભામાં 18 દાવેદારોએ પોતાની સક્ષમતા (Navsari Candidate list) દર્શાવી હતી. સાથે જ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો સાથે પાલિકા, પંચાયતોના પદાધિકરીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને દાવેદારોના સમર્થકોને પણ સાંભળ્યા હતા. હવે પ્રદેશ નેતાગીરી સ્ક્રુટીની કર્યા બાદ ઉમેદવાર પર પસંદગી ઉતારશે. જોકે જિલ્લાની 4 માંથી કોઈ બેઠક પર સ્કાયલેબની જેમ પણ કોઈ ઉમેદવાર આવે તો નવાઈ નહીં.(Contending on four seats in Navsari)

4 બેઠક અનુસાર મુખ્ય દાવેદારો નવસારી(174)ની વાત કરવામાં આવે તો, વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પિયુષ દેસાઈ, સંગઠનના અગ્રણી અશોક ધોરાજીયા, મધુ કથીરિયા છે. જલાલપોરમાં (175) 5 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ, ક્રિકેટર અને બોલિંગ કોચ રાકેશ પટેલ અને ભાજપી આગેવાન અનિલ પટેલ. ગણદેવીમાં (176) હાલના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન નરેશ પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા પટેલ, ખેરગામ ભાજપ પ્રમુખ ચુન્ની પટેલ અને વાંસદામાં (177) યુવા નેતા પિયુષ પટેલ, જિલ્લા મહામંત્રી ગણપત માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ગાંવિત, વાંસદા ભાજપ પ્રમુખ મુકેશ પટેલની દાવેદારી સામે આવી છે. (Gujarat assembly elections)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.