ભાજપના હોદ્દેદારો અને ઉમેદવાર ગ્રામજનોના રોષના ભોગ બન્યા

author img

By

Published : Nov 28, 2022, 4:01 PM IST

nvs_garam_janono_rosh

વિધાનસભાની ચૂંટણી નો પ્રચારનો દર શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો શહેરી અને ગ્રામ્ય કક્ષાએ પ્રચાર માટે મતદારો સમક્ષ જતા હોય છે અને ભૂતકાળની કામગીરીની ગાથા મતદારો અગર ગાયને મતદારોને રીઝવતા હોય છે ત્યારે કોઈક વાર મતદારોના રોષથી દાઝવાનો વારો પણ આવતો હોય છે. આવો જ એક કિસ્સો નવસારી વિધાનસભાના ઉમેદવાર રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સાથે નવસારી નજીક આવેલા આંચેલી ગામ ખાતે જોવા મળ્યો છે.

નવસારી: રાકેશ દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો અન્ચેલી ગામે પ્રચાર અર્થે ગયા હતા ત્યારે ભેગા થયેલા ગ્રામજનોએ બાબતે પ્રચાર અર્થે આવેલા ઉમેદવાર અને હોદ્દેદારોને આડે હાથ લીધા હતા. ગ્રામજનોએ ટ્રેનના સ્ટોપેજ બાબતે તેઓને રોકડું પરખાવ્યું હતું. તેથી હોદ્દેદારો અને ઉમેદવારએ ગ્રામજનોના રોષના ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોના કહેવા મુજબ અંચેલી ગામ સહિત આજુબાજુના અઢાર ગામના હજારોની સંખ્યામાં પાસ હોલ્ડર વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના કાળથી બંધ થયેલી જરૂરી ટ્રેનોના સ્ટોપેજ આ ગામના રેલ્વે સ્ટેશનને મળ્યું નથી. જેને કારણે રોજિંદા જીવનમાં નોકરી અર્થે જતા તથા શાળા કોલેજ અન્ય અભ્યાસ માટે અંચેલી થી બહાર જતા લોકોને ટ્રેનના સ્ટોપેજના અભાવે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. જેમાં ટ્રેનમાં 200 રૂપિયાનો પાસ બનતો હોય તેના સ્થાને હવે ગ્રામજનોએ 2,000થી વધુનો ખર્ચો કરીને પ્રાઇવેટ અથવા બસ દ્વારા સુરત અને વાપી જવાની નોબત આવી છે.

તેની અસર સીધી બજેટ પર પડવાને કારણે ગ્રામજનોએ ભેગા થઈ કલેકટર ધારાસભ્ય સાંસદ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને થાકેલા સમગ્ર ગ્રામજનોએ સામૂહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો ગામમાં મારવાની ફરજ પડી હતી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પણ નાના ગામોની જરૂરી પ્રશ્ન હલ કરવામાં ભાજપના ધારાસભ્યો સાંસદ નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા હતા પ્રચાર અર્થે આવેલા ભાજપના ઉમેદવાર અને હોદ્દેદારોના ચહેરા નો રંગ ફીકો જોવા મળ્યો હતો

અંજલી ગામના આગેવાન હિતેશ નાયકના જણાવ્યા મુજબ ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર નાનકડા ગામના તેના પ્રશ્નોને હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેથી જો અંચેલી ગામમાં ટ્રેન સ્ટોપેજનો પ્રશ્નહલ ન થાય તો સમગ્ર અંજલિ ગામ અને આજુબાજુના 18 ગામના લોકો મજબૂરી વસ મતદાનથી અડધા રહેશેConclusion:એપ્રુઆલ બાય ભરત સર

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.