ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટર ઝડપાયા

author img

By

Published : Feb 4, 2020, 9:09 PM IST

statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટિ

સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટરને કેવડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ટુર ઓપરેટર પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.

નર્મદા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે 2 દિવસ પહેલાં જ દિલ્હીના પ્રવાસીઓને ડુપ્લીકેટ ટિકિટ આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ટિકિટ અમદાવાદની ટ્રાવેલ્સ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. આ કૌભાંડનો પર્દાફાશ થતાં કેવડીયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે અમદાવાદના ટ્રાવેલ્સ કર્મચારીની ધરપકડ કરી કોમ્પ્યુટર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટર ઝડપાયા
Intro:APROAL BAY-DESK

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓ ને છેતરતા ટુર ઓપરેટર ને કેવડિયા પોલીસે ઝડપી કોમ્પ્યુટર ,મોબાઈલ જપ્ત કર્યો. વિશ્વ ની ઉંચી પત્તિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 દિવસ પહેલા જ દિલ્હી ના ટુરિસ્ટો ને ડુપ્લીકેટ ટીકીટ અમદાવાદની ટ્રાવેલ એજન્સી આપી હતી આ કોભાન્ડ નો પરદા ફાસ થતા કેવડિયા પોલીસ ફરિયાદ થઇ હતી Body:ને આજે અમદાવાદ ની રાવ ટાવેલ્સ ના ધરપકડ કરી કોમ્પ્યુટર કબજે લઈ ને આગળ ની તપાસ શરૂ કરાઈ છે ગત 2 ફેબ્રુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિલ્હી નું 10 વ્યક્તિઓ નું પરિવાર ફરવા આવ્યા હતાં પરંતુ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા છે. Conclusion:તો દિલ્હીથી આવેલા 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા.દરમિયાન એમની ટિકિટ પર રૂપિયા 1260 હોવાનું ફરજ ઉપર ના સ્ટાફ અને પી.એસ.આઇ. કે.કે.પાઠકને જણાઇ આવ્યું હતું, જોકે પ્રવાસીઓને તો અંદર જવા દેવાયા હતા પણ ફરજ ઉપર ના હાજર સ્ટાફે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નાયબ વહીવટદાર ને આ બાબતે જાણ કરી હતી.
આ બનાવ સંદર્ભે સ્ટેચયું ના કર્મચારી એ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ ગુનો નોંધી પોલીસે અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ પર તપાસ કરતા અમદાવાદ ના ટુર ઓપરેટર જય કિશોર હકાની ની ધરપકડ કરી કોમ્પ્યુટર, મોબાઈલ તમામ જપ્ત કરી લીધો હતો.

બાઈટ -જય હકાની (આરોપી)

બાઈટ -એ ડી રાઠવા (તપાસ કરતા અધિકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.