વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે કેવડિયાની મુલાકાત

author img

By

Published : Aug 23, 2021, 3:04 PM IST

modi

વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ પર ગુજરાતની અચૂક મૂલાકાત લે છે અને વિકાસકાર્યોનુ પણ લોકાર્પણ કરતા હોય છે.આ વર્ષે વડાપ્રધાન મોદી કેવડીયાની મુલાકાત લઈ શકે છે અને કેવડિયામાં નર્મદા ઘાટનુ લોકર્પણ કરી શકે છે.

  • વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા
  • ગંગા જેવો ઘાટ કેવડીયામાં બનાવવામાં આવશે
  • PMOમાંથી નથી મળી જાણકારી

ન્યુઝ-ડેસ્ક: વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અધિકારીઓએ લીધી વારાણસીની મુલાકાત

આ નર્મદા ઘાટ પર વડા પ્રધાન મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. નર્મદા મૈયાની આરતી માટે તંત્ર સજ્જહરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે. તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યમાં જલ્દી હટી શકે છે "દારૂબંધી"નો કાયદો

ગંગાઘાટ જેવા ઘાટનું કરવામાં આવશે નિર્માણ

શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે. પીએમ મોદી આ ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે.50 કરોડથી વધુના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય 50 કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે.

PMOમાંથી નથી મળી જાણકારી

આ સાથે જંગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જોડીને લાવવામાં આવે એવી હાલ શક્યાતા જોવા મળી રહી છે. તંત્ર આ બાબતે કોઈપણ જાતની સૂચના હોવાની વાત કરી રહ્યું છે. પરંતુ PMO માંથી CMOમાં વડાપ્રધાનની ગુજરાત, કેવડિયા મુલાકાતની તૈયારીઓની સૂચના મળી નથી. હરિદ્વાર અને વારાણસી જેવી મહાઆરતીનું આયોજનઉત્તરપ્રદેશ હરિદ્વાર અને વારાણસી જેવા ધાર્મિક સ્થળોમાં ગંગા મૈયાની મહાઆરતી રોજ થાય છે, એવી નર્મદા આરતી પણ નર્મદા ઘાટ પર કરાવવાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

વડાપ્રધાન અવારનવાર લે છે કેવડિયાની મુલાકાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. વડાપ્રધાન મોદીના સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.મોદી અવારનવાર કેવડિયાની મુલાકાત લે છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી મોદી કેવડિયાની નિયમીત મુલાકાત લેતા આવ્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવારનવાર કેવડિયા ખાતે આવતા રહે છે. 31 ઓક્ટોબર-2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડિયા આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.