ETV Bharat / state

નર્મદા બન્યું પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે કપલ્સનું મનપસંદ સ્થળ, સ્થાનિક રોજગારીમાં ધરખમ વધારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 2:03 PM IST

નવા વર્ષની શરૂઆત સાથે લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે. હાલ લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ વધ્યો છે. જેમાં કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક પરિવેશ કપલ્સની પ્રથમ પસંદ રહે છે. ત્યારે કુદરતી પહાડ, નદી-ઝરણાં, હરીયાળી સમૃદ્ધ નર્મદા જિલ્લો પ્રી-વેડિંગ માટેનું હોટસ્પોટ બન્યું છે. નર્મદા જિલ્લાના આહલાદક અને નયનરમ્ય નજારો જોઈને તમે પણ કહેશો, વાહ ! અદ્ભુત...

નર્મદા
નર્મદા

નર્મદા : નયનરમ્ય દ્રશ્યો અને કુદરતી સૌંદર્યના કારણે નર્મદા જિલ્લો કપલ્સ માટે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનું હોટસ્પોટ બન્યું છે. અહીં પ્રી-વેડિંગ શૂટ માટે આવતા કપલ અને ફોટોગ્રાફરોના કારણે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થયો છે. હાલમાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ વધ્યો છે. દરેક કપલ પોતાના માટે વિશેષ સ્થળની પસંદગી કરે છે અને જે તે જગ્યાએ તેમના આયોજન મુજબ ફોટો અને વીડિયો શૂટ કરાવે છે.

લગ્નની મોસમ પુરબહારમાં ખીલી : નવા વર્ષની શરૂઆત સાથે હાલ લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે. ઢોલ ઢબુકશે અને શરણાઈના સૂર વાગતા અનેક લોકોને રોજગાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ લગ્નની સિઝન શરૂ થતા બજારો અને લગ્ન સાથે જોડાયેલા લોકોને ધંધો-રોજગાર મળી રહ્યા છે.

પ્રી-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ : હાલમાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આમ પહેલા તો લગ્ન નક્કી થાય પછી લગ્નનું મુહૂર્ત જોવડાવે અને લગ્નના દિવસ માટે તૈયારી કરવામાં આવે છે. પરંતુ હવે એવું નથી રહ્યું, કારણ કે છોકરા-છોકરીના લગ્ન નક્કી થાય એટલે લગ્ન મુહૂર્ત જોતા પહેલા કપલ્સ પ્રી-વેડિંગ સ્થળ નક્કી કરતા હોય છે. આ પ્રી-વેડિંગમાં બે થી ત્રણ ફોટોગ્રાફર સાથે મેકઅપ મેન પણ હોય છે. કુદરતી સૌંદર્ય, મહેલ-કિલ્લા સહિતના આકર્ષક સ્થળ વચ્ચે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવામાં આવે છે.

પ્રી-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ
પ્રી-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ

પ્રી-વેડિંગ માટે નર્મદા હોટસ્પોટ : નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે. અહીં કુદરતી પહાડ, નદી-ઝરણાં, હરીયાળી પ્રી-વેડિંગ માટે બેસ્ટ જગ્યાઓ છે. આ સાથે અહીં વિવિધ રિસોર્ટ અને સ્થળ ઉભા કરવામાં આવ્યા છે, જે કપલ્સને પ્રી-વેડિંગ શૂટ માટે આકર્ષી રહ્યાં છે. નર્મદા જિલ્લો પ્રી-વેડિંગ માટે હોટસ્પોટ બન્યો છે. ત્યારે આના કારણે રિસોર્ટ અને હોટલ માલિકો સહિત સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓને પણ રોજગારનો અવસર પ્રાપ્ત થયો છે.

સ્થાનિક રોજગારમાં વધારો : નર્મદા 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેને ગુજરાતનું મીની કાશ્મીર નામ મળ્યું છે. અહીં જંગલ વિસ્તાર સાથે નદી-નાળા અને ઝરણાં નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યને વધારે છે. આમ નર્મદા જિલ્લો લગ્ન પહેલા પ્રી-વેડિંગ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત અને મનપસંદ સ્થળ બન્યું છે. જેના કારણે મંડપવાળા, કેટરિંગ, ડીજે અને ફોટોગ્રાફર સહિત બ્યુટીપાર્લર ધરાવતા લોકોની રોજગારીમાં વધારો થયો છે.

પ્રી-વેડિંગ માટે નર્મદા હોટસ્પોટ
પ્રી-વેડિંગ માટે નર્મદા હોટસ્પોટ

કપલ્સની પ્રથમ પસંદ : નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર તો છે જ ઉપરાંત અહીંના લોકોએ પણ આ પ્રાકૃતિક સૌંદર્ય વધારવા રિસોર્ટ બનાવ્યા છે. આજે નર્મદા જિલ્લામાં તમામ પાર્ટી પ્લોટ, રિસોર્ટ અને ટેન્ટ સીટી લગ્ન માટે બુક થઈ ગઈ છે. ચાલુ વર્ષે નર્મદા જિલ્લો પ્રી-વેડિંગ માટે હોટ ફેવરિટ બન્યો છે. અહીં લોકો સ્પેશિયલ ફોટોગ્રાફી માટે આવે છે, જેના કારણે અનેક લોકોની રોજગારીમાં વધારો થયો છે.

પ્રાકૃતિક પરિવેશ : વનવગડો રિસોર્ટના સંચાલકે તો 1 લાખ વૃક્ષોનું વાવેતર કરી આ કુદરતી સૌંદર્યમાં અનેક ગણો વધારો કર્યો છે. વનવગડો રિસોર્ટના માલિકે જણાવ્યું હતું કે, અહીં રોજના 4 થી 5 કપલ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવી રહ્યા છે. અહીંની સુંદરતા અને લોકેશન જોતા બે-ત્રણ દિવસ સુધી રોકાય છે અને પ્રી-વેડિંગ શૂટ કરે છે. ત્યારે આ રિસોર્ટમાં અહીંના 20 થી 25 લોકોને રોજગાર પણ મળી રહે છે. ઉપરાંત ફોટોગ્રાફરની રોજગારી પણ વધી છે.

  1. નર્મદા ન્યૂઝ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ વચ્ચે મારામારી, બસમાં બેસવા બાબતે થઈ બબાલ, વીડિયો વાયરલ
  2. PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.