ETV Bharat / state

Illegal Conversion Racket :કાંકરીયા ગામમાં મુસ્લિમ ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર MP Mansukh Vasava ની પ્રતિક્રિયા

author img

By

Published : Nov 16, 2021, 8:57 PM IST

Illegal Conversion Racket :કાંકરીયા ગામમાં મુસ્લિમ ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર MP Mansukh Vasava ની પ્રતિક્રિયા
Illegal Conversion Racket :કાંકરીયા ગામમાં મુસ્લિમ ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર MP Mansukh Vasava ની પ્રતિક્રિયા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ ( Illegal Conversion Racket ) કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂદ્ધ ભરૂચ જિલ્લા પોલીસે ( Bharuch Police ) ગુનો દાખલ કર્યો છે. જેમાં હિન્દુ આદિવાસીઓને મૌલવી બનાવી અન્ય આદિવાસીઓને લોભલાલચ આપી તેમનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાની ફરિયાદ છે. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા ( MP Mansukh Vasava Reaction ) આપી હતી.

  • આમોદના કાંકરીયામાં ધર્માંતરણનો મામલો
  • વિદેશમાંથી નાણાં મેળવી આદિવાસીઓનું ધર્માતરણ કરાવવાનું ષડયંત્ર
  • ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે આપી પ્રતિક્રિયા

ભરુચ- આમોદના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદેે ધર્માંતરણ કરાવવા ( Illegal Conversion Racket ) તેમ જ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગું કરી ધર્માંતરણની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓનું મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનું બીડું ઝડપી, કાંકરીયા ગામના આદિવાસી વસાવા સમુદાયના લોકોના 37 જેટલા કુટુંબોના 100થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજિક પ્રવૃતિ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા ( MP Mansukh Vasava Reaction ) આપી હતી.

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

UP conversion racket સાથે જોડાયા છે તાર

ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલે વિદેશમાંથી ફંડ ઉભું કરી ભારતમાં ગેરકાયદેે લાવીને તે નાણાંનો ગેરકાયદે રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મપરિવર્તન ( Illegal Conversion Racket ) કરાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કાંકરીયા ગામના એક જાગૃત નાગરિકે ( Bharuch Police ) પોલીસ સ્ટેશનમાં આવીને આ અંગે ફરિયાદ કરતાં ગેરકાયદે ધર્મપરિવર્તનનું ષડયંત્ર કરાવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમાં સહાય કરનારા 9 ઈસમો વિરૂદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ( Amod Police Station ) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ આમોદમાં 68 વર્ષના મૌલવીએ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ વડોદરા ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.