ખંભાત તાલુકાનો ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ

author img

By

Published : Mar 20, 2021, 3:46 PM IST

flamingo

ખંભાતના કનેવાલ-ચોરખાડી વિસ્તાર વિદેશી પક્ષીઓનુ આશ્રય સ્થાન છે. વિદેશી પક્ષીઓ અંહિયા શિયાળા દરમિયાન અચૂક મુલાકાત લેતા હોય છે. ખોરખડી આડબંધ યોજનાની કારણે પાણીમાં ખારાશ ઓછી થઇ છે જેના કારણે ખેડૂતો અને ગામવાસીઓને મદદ મળી છે.

  • ખંભાત તાલુકાનો ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ
  • ખંભાતના દરિયાઈ ખાડી વિસ્તારમાં મીઠાં જળનો ખજાનો
  • ખંભાતના રાલેજ વિસ્તારમાં આવેલ ચોરખડી ચેકડેમ 7 હજાર ખેડૂતો માટે આશીર્વાદ સમાન


આણંદ: ખંભાતમાં કનેવાલ-ચોરખાડી વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે આશીર્વાદ સમાન છે.ચોરખાડી વિસ્તારમાં શિયાળા દરમિયાન ફ્લેમિંગો પક્ષી અચૂક મુલાકાત આવે છે. આ સ્થળ ફ્લેમિંગોનું પ્રિય સ્થળ છે.અહીં કેટલાંક પ્રવાસી ફ્લેમિંગો પક્ષીઓએ કાયમી નિવાસ સ્થાન બનાવી દીધું છે.ખોરાક-પાણી-બેટ અને હરિયાળી આ પક્ષીઓને માફક હોય-ખંભાત મનપસંદ સ્થળ બની ગયો છે.

આ પણ વાંચો : થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓ અને પર્યટકો બન્યા મહેમાન

ચેકડેમના કારણે પાણીમાં ખારાશ ઓછી થઇ

નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ આણંદ દ્વારા ખોરખડી આડબંધ યોજનાની ખાત મૂહર્ત વિધિ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 8-2-2002 ના રોજ કરવામાં આવી હતી.આ સમયે ધારાસભ્ય તરીકે શિરીશભાઈ શુક્લ હતા. આજે આ ચેકડેમ યાયાવર પક્ષી માટે આશ્રય સ્થાન છે.ઉપરાંત આસપાસના ગામો માટે ઊપયોગી છે.આ ચેકડેમને કારણે દરિયાઈ ખારાશ ઓછી થઇ છે અને આસપાસના ગામોમાં ખારા પાણી ને સ્થાને મીઠા પાણીનાજળ સ્તર વધ્યા છે.

flemingo
ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ

આ પણ વાંચો : મોરબીના મચ્છુ 2 ડેમમાં ચોમાસા સુધી ચાલશે : સિંચાઈ વિભાગ

ખેડુતો અને ગ્રામજનોને ફાયદો

ખેડૂત અગ્રણી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,કૂવાના જળ સ્તર ઊંચા આવ્યા છે તેમજ પાણીમાથી ફ્લોરાઈડની માત્રા પણ ઘટી છે.અહી પ્રવસાન સ્થળ તરીકે જગ્યાનો વિકાસ થાય તો ખંભાતના અખાત ઉપર વધુ ચેકડેમ બનાવમાં આવે તો ખેડૂતો અને ગ્રામજનોને ફાયદો થાય તો પર્યાવરણ પ્રેમીઓને આકર્ષી શકાય છે. ચોરખાડી ચેકડેમ ગુજરાતનાં નવાબી નગર ખંભાતના કાંઠા ગાળામાં પ્રશિધ્ધ તીર્થ સ્થળ રાલેજ ગામથી 6 કિમી અને રાજપર થી 3 કિમીના અંતરે ખંભાતના અખાત ઉપર મહી નદીના વહી જતાં પાણીને રોકવા ચોરખાડી ચેકડેમ બનાવવામાં આવ્યો છે.અહી નિર્જન જગ્યા ઉપર અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્યનું નિર્માણ થયું છે.એએ ડેમ 7 હજાર જેટલા ખેડૂતો,પશુપાલકો,નાગરિકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. ચોરખાડી ઉપર આવેલા રાજપુર - કલમસર,બાજીપુરા ગામના તથા પરા વિસ્તારના 8 ગામોના સાત હજારથી વધુ ખેડૂતો માટે આ ડેમ આશાર્વાદરુપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.