ETV Bharat / state

જંગલ સફારીમાં નવા પ્રાણીઓનું આગમન, બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસનો સમાવેશ કરાયો

author img

By

Published : Mar 11, 2021, 2:15 PM IST

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ જંગલ સફારી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોકડાઉન ખૂલ્યા બાદ સૌથી વધુ પ્રવાસીઓ જંગલ સફારી પાર્કમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે, ઉપરાંત વનવિભાગ દ્વારા પણ નવા-નવા પ્રાણીઓ જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવે છે. તાજેતરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમશ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.

Narmada latest news
Narmada latest news

  • જંગલ સફારી પાર્ક પ્રવાસીઓની પહેલી પસંદગી
  • પાર્કમાં બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમશ લાવવામાં આવ્યા
  • પ્રવાસીઓને આકર્ષવા ક્રોકોડાયલ પાર્ક બનાવાશે

નર્મદાઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ 17 જેટલા પ્રોજેક્ટ્સ બન્યા છે. જોકે તેમાં સૌથી વધુ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે અને લોકડાઉન ખૂલ્યા બાદ સૌથી વધુ પ્રવાસીઓ જંગલ સફારી પાર્કમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા પણ નવા-નવા પ્રાણીઓ સફારી પાર્કમાં લાવવામાં આવે છે. તાજેતરમાં જ પ્રવાસીઓને આકર્ષવા માટે બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમશ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ બની રહેશે.

જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી

  • જૂનાગઢ ઝૂમાંથી લવાયા 2 પ્રાણીઓ

વિશ્વના મોટા નેચરલ સફારીમાંથી એક કેવડિયા ખાતે સફારી પાર્ક આવેલું છે. 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશથી 1500 જેટલા પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હવે નવા પ્રાણીઓમાં બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસ જૂનાગઢ ઝૂમાંથી લાવવામાં આવ્યા છે.

નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર

  • આગામી સમયમાં ક્રોકોડાયલ પાર્ક બનાવાશે

વધુમાં જણાવીએ તો, હવે વાઈલ્ડ ડોગ, ક્રોકોડાયલ પાર્ક પણ બનાવવામાં આવશે. જેમાં બહારથી મગરો લાવવામાં આવશે. જે પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ બની રહેશે. હાલ જંગલ સફારીમાં નવા મહેમાનોનું આગમન થઇ રહ્યું છે. જે પ્રવાસીઓમાં વધુ આકર્ષણ જમાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.