ETV Bharat / state

ડેડિયાપાડાઃ ખાતમુહૂર્તમાં અભિષેક માટે ઉપયોગમાં લેવાયો દારૂ, સાંસદ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી

author img

By

Published : Oct 28, 2020, 4:45 PM IST

Updated : Oct 28, 2020, 7:16 PM IST

alcohol-used-for-anointing-in-khatmuhurat-bharuch-mp-mansukh-vasava-shows-displeasure
ખાતમુહૂર્તમાં અભિષેક માટે વાપર્યો દારૂ, ભરુચ સાંસદ મનસુખ વસાવાએ બતાવી નારાજગી

25 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રસંગે BTP ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાની હાજર હતા. આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે.

  • ડેડિયાપાડા તાલુકાનાં રસ્તાના ખાતમુહુર્તમાં દારૂથી અભિષેક
  • આ વિવાદિત ઘટનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા નારાજ
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરી અવાજ ઉઠાવ્યો

નર્મદાઃ 25 ઓક્ટોબરે જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનાં રસ્તાના ખાતમુહુર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા જેવા નેતાઓ હાજર હતા. આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે.

ખાતમુહુર્તમાં દારૂથી કરાયો અભિષેક

25 ઓકટોબરે થયેલા ડેડિયાપાડા તાલુકાના રસ્તાના ખાતમુહૂર્તમાં અભિષેક માટે દારૂ વપરાયો છે. આદિવાસી સમાજની પરંપરા અનુસાર ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવે છે. પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ રિવાજ બંધ કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આમ છતાં કોંગ્રસ આદિવાસી ધારાસભ્યો, BTPના નેતાઓ, ભાજપા નેતાઓની ઉપસ્થિતિમાં પણ દારુથી અભિષેક કરવામાં આવ્યો છે.

ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં અભિષેક માટે ઉપયોગમાં લેવાયો દારૂ

સાંસદ મનસુખ વસાવા થયા નારાજ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમાજનું પ્રતિનિધ્તવ કરનારા લોકોના આ કૃત્યથી નારાજગી બતાવી છે. તેઓ કહે છે કે, આદિવાસી સમાજની પરંપરા અનુસાર ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવે છે, પણ મેં આ પરંપરા બંધ કરવા અનેક પ્રયાસો કર્યાં છે. આ સાથે કહ્યું કે મારા વિસ્તારમાં પણ આવા કાર્યક્રમો થાય છે, પરંતુ મારી હાજરીમાં આ લોકો દુધથી અભિષેક કરે છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે, ત્યારે રાજ્યમાં નશાબંધીના કાર્યક્રમો ચાલતા હોવા છતાં જનતાનું પ્રતિનિધિત્વ કરતાં લોકોએ જ આવું કૃત્ય કર્યુ હોવાથી સાંસદ મનસુખ વસાવા કહે છે, આ લોકો સામે હું ખુલ્લો ઉઠ્યો છું અને હિંમત પુર્વક સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.

Last Updated :Oct 28, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.