ETV Bharat / state

રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવાના બહાને 49 લાખની છેતરપિંડી

author img

By

Published : Dec 19, 2019, 8:41 PM IST

canada
રાજપીપળા

રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળાના 9 યુવાન અને યુવતીઓને કેનેડા લઈ જવાના નામે અમદાવાદ અને વડોદરાની ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસને ગણતરીના કલાકોમાંજ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.

વડોદરાના વત્સલ પરેશ ખમારે તેમજ રાજપીપળાના હેમંત બારોટે સાથે મળીને કુલ 9 યુવાન અને યુવતીઓ પાસેથી કેનેડાની આઈ.એમ.સી.લી. મિસ્સીસુગા ઓન્ટરિયા નામની કંપનીમાં બે વર્ષ માટે વર્ક પરમીટ વિઝા કંપની તરફથી તથા રહેવા જમવાની સુવિધા આપવાનું જણાવી વ્યક્તિ દીઠ 4.90 લાખ તથા બાયોમેટ્રિક ખર્ચના અલગથી 15000 મળી કુલ 48.45 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતા.

ઉપરાંત 27 જુલાઇ 2019ના રોજ કેનેડા લઈ જવાની બાંહેધરી આપી હતી. જો વિઝા રદ થાય તો 45 દિવસ સુધીમાં ફરી વિઝા ન મળે તો 46માં દિવસે એ તમામ રકમ પરત કરવાનો ભરોસો આપ્યો હતો.

રાજપીપળાના યુવાનો અને યુવતીઓને કેનેડા લઈ જવાના બહાને 49 લાખની છેતરપિંડી
canada
રાજપીપળા


આ કંપનીમાં વડોદરા અંકુરવાટિકા પંચવટી ગોરવાના નવનીત ચોરસિયા, અમદાવાદના કાર્તિક રાવલ, મનોજ મહેતા અને રાજુ પટેલ પાર્ટનર હોવાનું વત્સલે યુવાનોને જણાવ્યું હતું. આ લોકો રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવા અવાર નવાર બહાના બતાવ્યા કરતા હતા. અંતે વત્સલ રૂપિયા લઈ ફરાર થઈ જતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ વત્સલ ખમારની કેનેડામાં આઈ.એમ.સી.એલ નામની કોઈ કંપની અસ્તિત્વમાંજ ન હોવાનું પણ બહાર આવ્યું હતું.

canada
રાજપીપળા

આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસને ગણતરીના કલાકોમાંજ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ ચારેય વડોદરાના અન્ય 6 લોકો પાસેથી પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. વડોદરાના 6 યુવાનો પાસેથી પણ 75 લાખની આવી રીતે જ છેતરપિંડી કર્યાનું આરોપીઓએ કબૂલાત કરી હતી. ત્યારે હજુ આવું કેટલા લોકોને છેતર્યા છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.

Intro:AAPROAL BAY-DESK

લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે” આ કહેવત આપણા વડવાઓએ ખોટી નથી કહી.વિદેશ લઈ જવાના નામે, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીના બહાને, લોટરી લગાવી આપવાના બહાને છેતરપિંડી થતી હોવાના કેટલાયે કિસ્સાઓ અવારનવાર પ્રકાશિત થાય જ છે.તે છતાં અમુક લોકો આવી ઠગ કંપનીની માયાજાળમાં ફસાઈ જાય છે.નર્મદા જિલ્લાના રાજપીપળાના 9 યુવાન અને યુવતીઓ સાથે પણ કેનેડા લઈ જવાના નામે અમદાવાદ અને વડોદરાની ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ છે.Body:.વડોદરાના વત્સલ પરેશ ખમારે રાજપીપળાના હેમંત બારોટના સાથે કુલ 9 પાસેથી કેનેડાની આઈ.એમ.સી.લી. મિસ્સીસુગા ઓન્ટરિયા નામની કંપનીમાં બે વર્ષ માટે વર્ક પરમીટ વિઝા કંપની તરફથી તથા રહેવા જમવાની સુવિધા આપવાનું જણાવી વ્યક્તિ દીઠ 4.90 લાખ તથા બાયોમેટ્રિક ખર્ચના અલગથી 15000 મળી કુલ 48.45 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતા.અને 27/07/2019 ના રોજ કેનેડા લઈ જવાની બાંહેધરી કરાર લેખ દ્વારા આપી હતી.જો વિઝા રદ થાય તો 29/7/2019 ના દિવસેથી 45 દિવસ સુધીમાં ફરી વિઝા ન મળે તો 46 માં દિવસે એ તમામ રકમ પરત કરવાનો ભરોસો આપ્યો હતોConclusion:આ કંપનીમાં વડોદરા અંકુરવાટિકા પંચવટી ગોરવાના નવનીત ચોરસિયા, અમદાવાદના કાર્તિક રાવલ, મનોજ મહેતા અને રાજુ પટેલ પાર્ટનર હોવાનું વત્સલે યુવાનોને જણાવ્યું હતું.આ લોકો રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવા અવાર નવાર બહાના બતાવ્યા કરતા હતા.અને અંતે વત્સલ રૂપિયા લઈ ફરાર થઈ જતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બીજું કે વત્સલ ખમારની કેનેડામાં આઈ.એમ.સી.એલ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હોવાનું પણ બહાર આવ્યું છે.આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસે ગણતરી ના કલાકો માજ ચાર કબૂતર બાજો ને પકડી પાડવામાં સફરતા મળી છે આ ચારે એ વડોદરા ના અન્ય 6 લોકો પાસે થી પણ છેતરપિંડી કરી છે નું બહાર આવ્યું વડોદરા ના 6 યુવાનો પાસે થી પણ 75 લાખ ની આજરીતે છેતરપિંડી કર્યા નું આ આરોપીઓ એ કબૂલાત કરી છે ત્યારે હજુ આવું કેટલા લોકો ને છેતર્યા છે જેની પોલીસ તપાસ કરી રહી છે

બાઈટ -01 હેમંત બારોટ (છેતરાય વ્યક્તિ અને ફરિયાદી )

બાઈટ -02 રાજેશ પરમાર (ડીવાયએસપી નર્મદા )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.