સેલવાસમાં ચાલુ કારમાં અચાનક લાગી આગ, સુરતના પરિવારનો બચાવ

author img

By

Published : May 19, 2019, 8:18 PM IST

સેલવાસ: દમણથી ફરીને સેલવાસના એક રિસોર્ટમાં જઈ રહેલા સુરતના પરિવારની ચાલુ કારમાં આગ લાગી હતી. એન્જીનમાંથી ધૂમાડો નીકળતા ગાડીમાં બેઠેલા લોકો પરિસ્થતિ પારખી ગયા હતા. આખી ગાડી આગમાં લપેટાય તે પહેલા પરિવાર ગાડીમાંથી ઉતરી જતા તેમનો ચમત્કારીક બચાવ થયો હતો. સેલવાસના રોડ પર ગાડીમાં લાગેલી આગથી લોકો દ્રશ્યો જોવા ભેગા થયા હતાં.

સેલવાસના વિનોબા ભાવે હોસ્પિટલની સામે ચાલુ ગાડીમાં ધૂમાડો નીકળ્યો હતો. આ જોઈ ગભરાયેલો સુરતનો પરિવાર ગાડી થોભાવી નીચે ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

સેલવાસમાં ચાલુ કારમાં અચાનક લાગી આગ, સુરતના પરિવારનો બચાવ

ઈકો ગાડીમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતો લોકો જોવા માટે ઉભા થઈ ગયા હતા. જેના કારણે હળવો ટ્રાફીક સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતનો આ પરિવાર દમણ ફરીને સેલવાસના એક રીસોર્ટમાં જતાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Slug :- સેલવાસના રસ્તાઓ પર દોડતી કાર ભડભડ સળગી, સવાર લોકોનો ચમત્કારિક બચાવ

સેલવાસ :- સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર  સેલવાસમાં આજે રસ્તા પર દોડતી એ કારમાં અચાનક આગ લાગી જતા દોડધામ મચી ગઇ હતી.

સેલવાસના વિનોબાભાવે હોસ્પિટલની સામે જ પૂરઝડપે જાહેર રસ્તા પરથી પસાર થતી ઈકો ગાડીમાં ધુમાડાની શરૂઆત થઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલ ગાડીમાં સવાર લોકો તાત્કાલિક ગાડી થોભાવી નીચે ઉતરી ગયા હતા. અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

 ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ  પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ગાડીમાં સવાર પરિવાર સુરતનો હતો જેઓ આજે દમણ ફર્યા બાદ સેલવાસના ટ્રીટ રિસોર્ટ જઈ રહ્યા હતા. એ વખતે જ સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ નજીક પહોંચતા જ અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી.

ઘટના વખતે ગાડીમાં એક જ પરિવારના છ સભ્યો સવાર હતા .જોકે તેઓ તાત્કાલિક નીચે ઉતરી જતા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. આખરે ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ ઈકો ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે એ પહેલા આખી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને લઈને થોડા સમય સુધી દોડધામ મચી ગઇ હતી. તો ગાડીના વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. 

જોકે આમ દોડતી ગાડી માં આગ લાગવાની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો..


Video photo
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.