ETV Bharat / state

The Kashmir Files: મોરબીના ડૉક્ટર અને જામનગરના વકીલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોનારને ફ્રીમાં કામ કરી આપશે

author img

By

Published : Mar 16, 2022, 8:22 PM IST

The Kashmir Files: મોરબીના ડૉક્ટર અને જામનગરના વકીલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોનારને ફ્રીમાં કામ કરી આપશે
The Kashmir Files: મોરબીના ડૉક્ટર અને જામનગરના વકીલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોનારને ફ્રીમાં કામ કરી આપશે

હાલના દિવસોમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની (the kashmir files) ચર્ચા ચાલે છે. ત્યારે મોરબીના ડૉકટરે અનોખી પહેલ કરી છે. ફિલ્મની ટીકિટ બતાવનાર દર્દીને ઓપીડીમાં નિશુલ્ક ચેકઅપ કરી આપવામાં આવશે. તો બીજી બાજુ જામનગરના વકીલે આ ફિલ્મના પ્રમોશન માટે પહેલ કરતાં અરજદારો પાસેથી રૂપિયા લીધા વિના કામ કરી આપશે. પણ અરજદારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ટિકિટ બતાવવી પડશે.

મોરબીઃ હાલના દિવસોમાં સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલે છે ધ કાશ્મીર ફાઈલ્સ(the kashmir files) ફિલ્મની. ફિલ્મ અંગે વિવાદો પણ ચાલી રહ્યા છે. તો બીજી તરફ ફિલ્મને માઉથ ટૂ માઉથ પ્રમોશનનો જબરો ફાયદો જોવા મળી રહ્યો છે. લોકો જાતે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. સિનેમાઘરો હાઉસફૂલ જોવા મળે છે. ત્યારે મોરબીના ડૉકટરે અનોખી પહેલ કરી છે. મોરબીના ઈએનટી (Morbi doctor initiative)સ્પેશ્યાલીસ્ટ ડૉ. અલ્પેશ ફેફરે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈ છે. એટલું જ નહીં, તેઓએ ફિલ્મને પ્રમોટ કરવા અનોખી ઓફર લાગુ કરી છે. જેમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ટીકીટ બતાવનાર દર્દીને ઓપીડી ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં અને નિશુલ્ક ચેકઅપ( Free OPD checkup)કરી આપવામાં આવશે.

મોરબીમાં ડૉકટરે કરી આગવી પહેલ

ફિલ્મ જોઈ નાગરિકો જાગૃત બને અને એકજૂટ થાય - દેશના નાગરિકો જાતે ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે ડોક્ટર જણાવે છે કે ભારતના ઇતિહાસથી નાગરિકો પૂરી રીતે વાકેફ નથી ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તે પિક્ચર સ્વરૂપે દર્શાવી છે જે ફિલ્મ નિહાળી ( the kashmir files release date)નાગરિકો જાગૃત બને, એકજુટ બને અને ફરી આવા બનાવો ન બને તેવા હેતુથી તેઓએ ફિલ્મને પ્રમોટ કરવા ઓપીડી ફ્રી કરવાની ઓફર શરુ કરી છે. ફિલ્મ જોયા બાદ દર્દી ફિલ્મ ટિકીટ બતાવે તેને ઓપીડી ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં તેમ જણાવ્યું હતું. તો બીજી બાજુ જામનગરના વકીલે પણ મફતમાં કામ કરી આપવાની પહેલ કરી છે.

આ પણ વાંચોઃ the kashmir files tax free in gujarat: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત

જામનગરના વકીલે પણ મફતમાં કામ કરી આપવાની પહેલ કરી - હાલ સમગ્ર દેશમાં કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને(the kashmir files) પ્રમોશન કરવા માટે અનેક લોકો આગળ આવ્યા છે. જામનગરમાં ભાજપ દ્વારા મેહુલ સિનેમા ભાજપના કાર્યકર્તાઓ માટે ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેહુલ ટોકીઝના મેનેજિંગ ડિરેક્ટર મેહુલકુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તો જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ફ્રીમાં ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં વકીલે પહેલ કરી

ફિલ્મની ટિકિટ બતાવી પડશે - ત્યારે જામનગર કોર્ટમાં ફરજ બજાવતા ગીરીશભાઈ સરવૈયાએ એક અનોખી પહેલ કરી છે. ધ કાશ્મીર ફાઇલ્સ(the kashmir files imdb) અને પ્રમોશન કરવા માટે આ વકીલે અરજદારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના કામ કરી આપવામાં આવશે પણ અરજદારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોયું હોય તેની ટિકિટ બતાવવી પડશે.

તમામ કામો વિનામૂલ્યે કરી આપશે - જોકે અમુક શરતોને આધીન વકીલ અરજદારના તમામ કામો વિનામૂલ્યે કરી આપશે તેવી જાહેરાત કરી છે. પણ અત્યારે ફરજિયાત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જોઈ હોવી જોઈએ ETV Bharat સાથેની વાતચીતમાં વકીલ ગિરીશ સરવૈયાએ જણાવ્યું કે કોમેડિયન કપિલ શર્માએ ફિલ્મ તો કશ્મીર ફાઈલને પ્રમોટ(the kashmir files cast)કરવાની ના પાડી છે. સામાન્ય માણસોએ આ ફિલ્મનું પ્રમોશન કરવી જોઈએ. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની જે દુર્દશા બતાવવામાં આવી છે તેના વિશે દરેક ભારતીય જાણે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.