ETV Bharat / state

મોરબીમાં સંરક્ષણ દળોમાં જોડાવવા અપાશે વિનામુલ્યે તાલીમ

author img

By

Published : May 28, 2019, 8:25 AM IST

મોરબીઃ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો- વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે એક માસના, રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં સંરક્ષણદળોમાં જોડાવા માટે વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગ યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળો, આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો- વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો આગામી તા. 01/09/2019થી મોરબી ખાતે કરવામાં આવનાર છે, જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપન્ડ ચુકવવામાં આવશે.

સદર તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો 10 પાસની લાયકાત ધરાવતા અને ઉંમર જનરલ ડયુટી માટે 17વર્ષ્ 6માસ 20વર્ષ ટ્રેડ મેન, ટેકનિકલ અને ક્લાર્ક માટે માટે 17વર્ષ્ 6 માસ 22વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. આ તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક એકાઉન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રોજગાર વિનિમય કચેરી જિલ્લા સેવાસદન રૂમ નં. 215 સો-ઓરડી વિસ્તાર મોરબી ખાતે તા.01/07/2019 સુધીમાં રુબરુ ઉપસ્થિત રહી અરજી કરવા અનુરોધ કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવે છે.

R_GJ_MRB_01_28MAY_FREE_TALIM_VARG_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_28MAY_FREE_TALIM_VARG_SCRIPT_AV_RAVI

 

સંરક્ષણદળોમાં જોડાવા માટે વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગ યોજાશે

 

        રોજગાર વિનિમય  કચેરી  મોરબી દ્વારા  સંરક્ષણ  દળો-- આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-- વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા. ૦૧/૦૯/૨૦૧૯ થી મોરબી ખાતે કરવામાં આવનાર  છે, જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની  તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

           સદર  તાલીમ  વર્ગમાં ઓછામાં  ઓછી  ધો ૧૦  પાસની  લાયકાત  ધરાવતા  અને  ઉંમર જનરલ ડયુટી માટે ૧૭ વર્ષ્ ૬ માસથી ૨૦ વર્ષ: ટેડ મેન, ટેકનિકલ અને ક્લાર્ક માટે માટે ૧૭ વર્ષ્ ૬  માસથી ૨૨ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક એકાઉન્ટની વિગત, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૧૫, સો-ઓરડી  વિસ્તાર, મોરબી ખાતે  તા. ૦૧/૦૭/૨૦૧૯ સુધીમાં રુબરુ ઉપસ્થિત રહી અરજી કરવા અનુરોધ કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવે છે.

 

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.