વ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા

author img

By

Published : Dec 22, 2022, 1:43 PM IST

Updated : Dec 22, 2022, 4:12 PM IST

MLA Kanti Amritya warned usurers

મોરબીમાં છેલ્લા વર્ષોમાં વ્યાજખોરો બેલગામ બન્યા (MLA Kanti Amritya warned usurers) છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ (MLA Kanti Amritya bjp morbi) વ્યાજખોરો સામે લાલઆંખ કરી (red eye against usurers) છે. ધારાસભ્ય પદે કાંતિલાલ અમૃતિયા વિજેતા બનતા જ વ્યાજખોરોને શાનમાં સમજી જવા તાકીદ કરી છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હનુમાન ચાલીસાની કથામાં હાજરી આપી (MLA Kanti Amritiya attended Hanuman Chalisa katha) હતી

કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: અમૃતિયા

મોરબી: મોરબીમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું (MLA Kanti Amritiya attended Hanuman Chalisa katha) છે. જ્યાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મંચ પર પ્રજાને સંબોધી હતી. નામ લીધા વગર વ્યાજખોરો પર પ્રહાર કરતા (MLA Kanti Amritya warned usurers) તેમણે જણાવ્યું હતું કે, આ બગાડને મારે દૂર કરવો છે, ફોન કરજો પોલીસ પહેલા આવીશ.

આ પણ વાંચો રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

અડધી રાત્રે ફોન કરજો હું પોલીસ પહેલા પહોંચી જઈશ: ધર્મસભામાં હાજરી આપવા પહોંચેલા કાંતિ અમૃતિયાએ સ્વામીને સંબોધતા જણાવ્યું (MLA Kanti Amritya warned usurers) હતું કે, સ્વામી રાજકારણમાં હું નસીબદાર છું, ક્યાંક સલવાઈ જાવ પણ કુદરત બહાર કાઢે છે. હું છેલ્લા ચાર દિવસ પહેલા અને તેની પહેલાના આઠ દિવસથી નિહાળું ચુ કે અહીં જે બગાડ છે એ બગાડને આપણે રોકવો છે એક વ્યસનનો. ઉપરાંત લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે મને ગમે ત્યારે અડધી રાત્રે ફોન કરજો હું પોલીસ પહેલા પહોંચી જઈશ.

વ્યાજખોરો સામે લાલઆંખ: જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધર્મસભામાં આવતા લોકોએ ડરવાની શું જરૂર? તેમને વધુમાં જણાવ્યું કે જે વ્યાજખોરો ઉંચા વ્યાજદરે લોકોને લૂંટી રહ્યા છે તે વિષે ગૃહપ્રધાન સાથે વાતચીત થઇ છે. હનુમાન દાદાની કથા પરથી કહું છું કે જરૂર પડશે તો હું બેઠો છું. વધુમાં તેમને જણાવ્યું છે કે તમે લોકોએ મને આટલા બધા મત આપીને વિજય બનાવ્યો છે તો મારો પણ ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરું. મોરબીનો આપણે વિકાસ કરવાનો છે અને તેમાં હું ક્યાંય પણ ઉનો નહીં ઉતરું.

આ પણ વાંચો SHRADDHA MURDER CASE: આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની જામીન અરજી પાછી ખેંચી

વધુમાં કાનાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આ ગામમાં વીસ ટકા, દસ ટકા, પંદર ટકા અને પચીસ ટકા બહુ દીધા છે પણ હવે દેતા નહિ… જરૂર પડ્યે હું બેઠો છું… પ્રજાએ મને આટલા મત આપ્યા છે જેથી ધર્મ, પ્રજાનું રક્ષણ અને મોરબીનો વિકાસ આ ત્રણેય બાબતોમાં હું એક કલાક પણ પાછો નહિ પડું તેની ખાતરી આપું છું તેમ અંતમાં જણાવ્યું હતું.

Last Updated :Dec 22, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.